ફરિયાદ:પરિણીતા સાથે બળજબરીપૂર્વક પ્રેમસંબંધ કેળવવા માટે ધમકી

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશ્યલ મિડીયા મારફતે પરેશાન કરી અપહરણની ધમકી, ગુનો

કલ્યાણપુર પંથકમાં રહેતી એક પરિણિતાને સોશયલ મિડીયા મારફતે અવાર નવાર હેરાન પરેશાન કરી અપહરણની ધમકી ઉચ્ચાર્યાની ફરીયાદ ધતુરીયાના શખસ સામે નોંધાઇ છે.કલ્યાણપુર પંથકમાં રહેતી એક પરિણીતા યુવતીને બદનામ કરવા તેમજ તેના પતિ સાથે છૂટાછેડા લેવડાવી લેવાના ઈરાદાથી આરોપી ભરત કનું ભોચીયા નામના શખ્સે અવાર-નવાર તેને આ યુવતી સાથે પ્રેમ સબંધ તેમજ શારીરિક સબંધ હોવા અંગેનો મોબાઈલ મારફતે ફોન કોલ કરી તેમજ વોટ્સએપ ઉપરાંતના સોશ્યલ મીડિયા મારફતે હેરાન પરેશાન કરી યુવતીની ધ્યાન બહાર યુવતીના વિડીયો કોલના અશ્વિલ સ્ક્રીનશોર્ટ પાડ્યા હોવાનો બનાવ બહાર આવ્યો છે.

આરોપી ભરતે પોતાના મોબાઈલ ફોનમાં સ્ટેટ્સ રાખી વાયરલ કરી તેમજ મેસેજ કરીનેયુવતી પોતાના પતિ સાથે છૂટાછેડા નહિ લેશે તો યુવતીનું અપહરણ કરી લઈ જવાની તેમજ તેણીના માતા-પિતાને હેરાન પરેશાન કરવાની ધાક ધમકીઓ આપી હતી. વધુમાં આરોપી ભરતે આ યુવતી પોતાની સાથે લગ્ન નહિ કરે તો મારી નાખવાની પણ ધમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદ પરથી આરોપી ભરત કનું ભોચીયા (રે.ધતુરીયા)સામે જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ પી.આઈ કે.બી. યાજ્ઞિક દ્વારા હાથ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...