ગેરકાયદે રૂપિયાની માંગણી:ખંભાળિયામાં રેંકડીધારક પાસે બળજબરીપૂર્વક પૈસા માંગી ધમકી

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેંકડી સાથે બાઈક અથડાવ્યું,ખાનામાંથી 1 હજાર કાઢી લીધાની ફરિયાદ

દેવભુમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા શહેરમાં શ્રીજી સોસાયટી ખાતે રહેતા શૈલેષભાઈ નાનજીભાઈ કછટીયા બેઠક રોડ પર આવેલા નગરપાલિકા ગાર્ડન પાસે પોતાની રેકડી લઈ ઉભા હતા. ત્યારે બસ સ્ટેશન પાસે રહેતો આરોપી કૈલાશ ખીમનાથ બાવાજી નામના શખ્સે પોતાનીબાઇક પુરઝડપે તેમજ બેફિકરાઈ ચલાવી શૈલેષભાઈની રેકડી સાથે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો.

જે બાદ આરોપી કૈલાશએ આ અકસ્માત સર્જી લાકડાનો ધોકો લઇ ફરિયાદી શૈલેષભાઈ પાસે આવી બેફામ ગાળો ભાંડી હતી અને ફરિયાદી શૈલેષભાઈને ત્યાં રેકડી નહિ રાખવા માટે કહેતા શૈલેષભાઈએ પોતે પાલિકામાં વેરો ભરી અહીં રેકડી રાખી વેપાર કરતા હોવાનું જણાવતા આરોપી કૈલાશએ શૈલેષભાઈ પાસેથી અહીં રેકડી રાખવા માટે ગેરકાયદે રૂપિયાની માંગણી કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે.

આ બનાવ અંગે શૈલેષભાઈએ રૂપિયા આપવાની ના પાડતા આરોપી કૈલાશએ શૈલેષભાઈને મારી નાખવાની ધમકી આપી રેકડી ખાનામાં રાખેલા વેપારના આશરે એક હજાર રૂપિયા બળજબરીપૂર્વક કાઢી લીધા હતા. એટલુ જ નહીં આરોપી કૈલાશએ શૈલેષભાઈ પાસેથી અહીં રેકડી રાખવા માટે ગેરકાયદે રૂપિયાની માંગણી કરતા આ સમગ્ર મામલે ફરિયાદી શૈલેષભાઈએ ઉપરોક્ત આરોપી વિરુદ્ધ ખંભાળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...