યાત્રાળુઓમાં ભારે રોષ:દેવભૂમિ દ્વારકાનો ઓખાથી નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડતો રસ્તો છે આ!, યાત્રીકોની અવરજવરવાળા માર્ગની બદતર હાલત

દેવભૂમિ દ્વારકા3 મહિનો પહેલાલેખક: જીતુભા માણેક
  • કૉપી લિંક
યાત્રીકોની અવરજવરવાળા માર્ગની બદતર હાલત - Divya Bhaskar
યાત્રીકોની અવરજવરવાળા માર્ગની બદતર હાલત

દેવભૂમિ દ્વારકામાં ત્રણ મોટા તીર્થ સ્થળ આવેલા છે અને રોજ હજારો યાત્રિકો અહીં દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિલિંગ, ગોપી તળાવ સહિતના ફરવાલાયક સ્થળોએ આવે છે. જો કે, આ પર્યટકોને યાત્રાધામની સાથે જોડી રાખતા અહીંના માર્ગ સાવ ખખડધજ બન્યા છે.

માત્ર કાગળ પર જ બનાવીને સંતોષ માની લેવાયો
ઘણા રસ્તાઓ તો માત્ર કાગળ પર જ બનાવીને સંતોષ માની લેવાયો છે, જેના પગલે અહીંના ગ્રામજનો અને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેટ દ્વારકાથી નાગેશ્વર જ્યોતિલિંગને જોડતો રસ્તો જે બેટ દ્વારકાથી લઇ આરંભડા ગામ અને પાડલી ગ્રામ્ય વિસ્તારથી લઇને છેક નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડે છે, એની હાલત પણ અત્યંત બદતર બની છે.

વરસાદી માહોલના લીધે અકસ્માત થાય તેવી ભીતિ
અહીથી રોજેરોજ ગ્રામજનો અને યાત્રાળુઓ મળીને હજારો લોકો અવરજવર કરે છે પણ, તંત્ર દ્વારા સમયાંતરે માત્ર થાગડથીંગડ કરીને જ સંતોષ માની લેવામાં આવે છે, આથી થોડા જ સમયમાં વળી પાછી એની એ જ હાલત થઈ જાય છે. આવી સ્થિતિમાં વરસાદી માહોલના લીધે અકસ્માત પણ થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...