સમસ્યા:ખંભાળિયામાં બે આખલા વચ્ચે જંગ ખેલાતા ભારે દોડધામ મચી

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​અજમેર પીરની ટેકરી પાસેનો બનાવ, અફડાતફડી સર્જાઈ
  • જંગે​​​​​​​ ચડેલો એક આખલો ઉપરથી પટકાતા પગ તુટીને અલગ થયો

ખંભાળીયા શહેરમાં અવાર નવાર આખલાઓ વચ્ચે જંગ જામતો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરમાં વધતી આખલોની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ પર અજમેર પીરની ટેકરી પાસે બે આખલા સામસામે બાખડતા ભયંકર જંગ જામ્યો હતો. જેમાં એક આખલો ઉપરથી પટકાઇ પડતા પગ ભાગીને અલગ થઈ ગયો હતો.

આ દ્રશ્યો જોઈ આજુબાજુ વિસ્તારમાં લોકોમાં અફળાતફળીનો માહોલ સર્જાયો હતો. આ બનાવ અંગે અજમેર પીરની ટેકરીવારા મલુકશાહબાપૂ દ્વારા સમાજસેવી વિકીભાઈ રૂઘાણીને જાણ કરાતા તેઓ તથા મિતભાઈ દત્તાણી, ફારૂક ઘાવડા સહિત સ્થળે પહોંચ્યા હતા અને 1962ને કોલ કરાતા ડોક્ટર સહિતની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત આખલાને સારવાર કરવામાં આવી હતી. ખંભાળીયામાં આખલા યુદ્ધની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે તંત્ર દ્વારા સમસ્યા નિવારવા માટે લોકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...