આશરે છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારી ફાટી નીકળતા લોકોની સુખાકારી માટે સરકાર દ્વારા મોટાભાગની ટ્રેન રદ્દ કરવામાં આવી હતી. પરંતુ મદ્અંશે કોરોના મહામારી સામાન્ય થતા, સરકાર દ્વારા અમુક ટ્રેનને ફરી કાર્યરત કરવામાં આવી છે.
જે સંદર્ભે મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 19575/19576 ઓખા નાથદ્વારા એક્સપ્રેસને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકાથી નાથદ્વારા દર્શન કરવા જનારા યાત્રિકોની સંખ્યા ખુબ મોટી છે. અને સરકારની ધર્મસ્થાનોને જોડતી સાંકળ માટે એક તીર્થસ્થાનથી બીજા તીર્થસ્થાનને જોડતી ટ્રેનો ફરી શરૂ કરવી ખુબ જરૂરી છે.
ઓખાથી દર બુધવારે 8.20AMએ ઉપડશે
આ ટ્રેન નંબર 19575 ઓખા નાથદ્વારા એક્સપ્રેસ ઓખાથી દર બુધવારે સવારે 08:20 વાગે ઉપડશે, રાજકોટ બપોરે 12.41 વાગે પહોંચશે અને બીજા દિવસે 06:30 વાગે નાથદ્વારા પહોંચશે . આ ટ્રેન 10.08.22 થી આગળની સૂચના સુધી ચાલશે.
નાથદ્વારાથી દર ગુરુવારે 20:30 વાગે ઉપડશે
એ જ રીતે ટ્રેન નંબર 19576 નાથદ્વારા ઓખા એક્સપ્રેસ દર ગુરુવારે રાત્રે 20:30 વાગે નાથદ્વારાથી ઉપડશે અને બીજા દિવસે રાજકોટ બપોરે 13:50 વાગ્યે અને ઓખા સાંજે 18:55 વાગે પહોંચશે . આ ટ્રેન તા.11.08.22 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ અને માવલી સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં કુલ 23 કોચ હશે, જેમાં 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 9 સેકન્ડ સ્લીપર, 4 જનરલ અને 2 લગેજ વાન કોચ હશે. ટ્રેન નંબર 19575 ઓખા નાથદ્વાર એક્સપ્રેસમાં ટિકિટનું બુકિંગ તા.04.08.22 થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.