તપાસ:સલાયાથી દુબઇ જવા નિકળેલુ વહાણ ઓમાન પહોચ્યું, ફોજદારી

ખંભાળિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોટા દસ્તાવેજોને ખરા તરીકે દર્શાવી ઠગાઇની ફરિયાદ નોંધાઇ

ઓખા પંથકના દરીયા મારફતે એમ.એસ.વી સફીના અલ ઘૌસ સૈલાની (બી.ડી.આઈ./ 1290) નામની બોટ મારફતે એમ.ડી. જામનગરના સંચાલકો દ્વારા સપ્લાયર અર્થે ઉપરોક્ત નંબરના વહાણની સલાયાથી દુબઇ જવા માટેમંજૂરી કોસ્ટ ગાર્ડ પાસેથી મેળવવામાં આવી હતી.જેમાં ગત 19મી સપ્ટે. 2020ના રોજ ઉકત વહાણને સલાયાથી દુબઇ લઈ જવાના બદલે વહાણ સંચાલકો દ્વારા મસ્કત (ઓમાન) લઈ જવામાં આવ્યું હતુુ .આથી મંજુરી વગર અન્ય દેશમાં જવા ઉપરાંત અન્ય વહાણના ક્રૂ-મેમ્બરને પોતાના વહાનોમાં ગેરકાયદે સલાયા લઈ જવામાં આવ્યા હોવાનું કોસ્ટ ગાર્ડના ધ્યાને આવ્યું હતું.

તેમજ આ ક્રૂ-મેમ્બરનો પગાર સલાયાથી ભારતીય ચલણમાં કરવામાં આવ્યો હોવાથી આ સમગ્ર મામલામાં આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચી અને ભારત દેશને આર્થિક નુકશાન પહોંચાડવાના હેતુથી ખોટા દસ્તાવેજો બનાવીને ઠગાઈ કરવા ઉપરાંત ખોટા દસ્તાવેજોને ખરા તરીકે દર્શાવી અને ફોનનો ડેટા ડીલીટ કરી પુરાવામાં ફેરફાર કરી નાશ કરવામાં આવ્યો હોવાનુ સામે આવ્યુ હતુ. આ સમગ્ર મામલો કોસ્ટ ગાર્ડ તેમજ પોલીસને ધ્યાને આવતા પોલીસ દ્વારા કોસ્ટ ગાર્ડ અધિકારી ગૌરવ ત્યાગીની ફરિયાદ પરથી વહાણના અજાણ્યા શખ્સો સામે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...