ઉહાપોહ:ખંભાળિયા-દ્વારકા હાઈવેથી ગામે જવાના રસ્તા બંધ

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેહ, સોનારડી સહિતના ગામોના માર્ગના પગલે લોકોમાં રોષ, કિ.મી.નો વધુ ફેરો
  • તાકીદે પ્રશ્નનું નિવારણ નહીં આવે તો 10 ગામને સાથે રાખી ઉગ્ર આંદોલન-સરપંચ પ્રવીણભાઈ

દ્વારકા જિલ્લામાં ખંભાળીયાના દેવરીયાથી કુરંગા સુધી 1100 કરોડ જેટલા ખર્ચે નેશનલ હાઈવેની ઘણા સમયથી કામગીરી હાથ ધરાઈ રહી છે. હવે આ રસ્તો પૂર્ણતા ભણી જઇ રહયો છેત્યારે તાજેતરમાં ખંભાળીયા-કુરંગા નેશનલ હાઇવે પર આવતા મોટા ભાગના ગામોના પાટિયા પાસે જવાના રસ્તા બંધ કરી દેવાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

ખંભાળીયા-દ્વારકા રોડ પર નેશનલ હાઇવેથી ગામડે જવાના ગામોના પાટિયા પાસે માર્ગ બંધ કરાતા ગ્રામ્ય વિસ્તારમાંથી આવરો-જવરો કરતા લોકોને કિલોમીટર સુધી ફરીને જવું પડતું હોવાથી ભારે મુશ્કેલી પડતી હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.બેહ ગામના સરપંચ પ્રવીણભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે,ગામના પાટિયા પાસે નેશનલ હાઇવેથી ગામોમાં પ્રવેશ કરવા માટે રસ્તો બંધ કરાયો છે. જેના કારણે બેહ, ઝાકસીયા, બેરાજા, નાના આસોટા, મોટા આસોટા, વીરપુર મેવાસા સહિતના દસ જેટલા ગામોમાં અવરો-જવરો માટે કિલોમીટર સુધી ફરીને જવું પડે છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તદ્દ ઉપરાંત આ પંથકમાં જુંગીવારા ધામ, આલબાઈ માતાજી મંદિર સહિતના સુપ્રસિદ્ધ દેવ સ્થાનો આવેલ છે. તદ્દ ઉપરાંત સ્કૂલ વાહનોનું દરરોજ માટે અપડાઉન છે.

આ ગામોના લોકોને જિલ્લા મથકે આવા જવા માટે બે કિલોમીટર રોંગ સાઈડ ડ્રાઇવ કરવું પડે અથવા આઠ થી દસ કી.મી. ફરીને જવું પડે છે. જેને લઈને ભારે મુશ્કેલી છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.જો તાત્કાલિક યોગ્ય નહી કરવામાં આવે તો દસ ગામોના લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન હાથ ધરાશે એમ પણ તેમણે ઉમેર્યુ હતુ. સોનારડીના સરપંચ અર્જુનસિંહ જાડેજા સહિતના આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી જણાવ્યુ હતુ કે,સોનારડીથી ચાર બારા તથા ગોઇંજ સહિતના ગામોમાં જવા રસ્તો જે રાજા શાહીના સમયનો રેવન્યુ રેકર્ડમાં છે.

તાજેતરમાં કોન્ટ્રાક્ટર દ્વારા આ ગામોમા અવરોજવરોનો રસ્તો બંધ કરી દેવાતા ખેડૂતોને પોતાના ગાડા, બળદ પશુઓ તથા વાહનો લઈને છ કિલોમીટર દૂર ફરવા જવું પડતું હોય ત્યારે ભારે પરેશાની થાય છે. નિયમ મુજબ હુકમ તથા સર્વિસ રોડ બનાવવાના આદેશ છતાં રસ્તો બંધ કરીને સર્વિસ રોડ ન બનાવતા આ બાબતે તાકીદે રસ્તો નહિ ખોલાય તો ગ્રામજનો સામુહિક આંદોલન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...