ખંભાળીયા નગરપાલિકામાં પંદરેક જેટલા કામદારો દ્વારા નગરગેઇટ ખાતે કાયમી થવાના પ્રશ્ને આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલાં પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી. જે બાદમાં મંગળવારે મહિલાઓ દ્વારા દ્વારા કલેક્ટર કચેરી પહોચી આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, સરકારી ધારા ધોરણ અને નિયમ મુજબ હાલ આ કર્મચારીઓ કાયમી ન થઈ શકે હોય તેમ ચીફ ઓફિસરએ જણાવ્યું હતું.
જોકે, કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ચીફ ઓફિસર તથા નગરપાલિકા તંત્રને હાલ આ લોકોને છુટા ન કરવા સૂચના અપાઈ હતી. જેથી ચીફ ઓફિસર દ્વારા આ મૂલી મજૂરોના એક દિવસના ગેરહાજરીના ખુલાસા સાથે હાજર થવા સૂચના આપ્યા હોવાનું મીડિયા સમક્ષ નગરપાલિકાના પ્રમુખ દ્વારા એક નિવેદન આપતા જણાવાયું હતું. કાયમી કરવાનો ટેક્નિકલ પ્રશ્ન છે.
મહિલાઓના પ્રશ્ને ખંભાળીયા કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમે આ તમામ મહિલાઓને પાછા ફરજ લેવાની માંગણી સાથે જોધપુર ગેઇટ ખાતે ઉપવાસ પર બેઠા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.