• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • The Pride Yatra Starting From Dwarka Will Be Attended By Dhurandhar Leaders, BJP National President, Chief Minister And State President Will Join In The Evening In Khambhaliya.

'ગુજરાત ગૌરવ યાત્રા':દ્વારકાથી શરૂ થતી ગૌરવ યાત્રામાં સાંજે ખંભાળિયામાં ધુરંધર નેતાઓની ઉપસ્થિતિ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, મુખ્યમંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ જોડાશે

દ્વારકા ખંભાળિયા2 મહિનો પહેલા

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાથી પોરબંદર સુધીની ગુજરાત ગૌરવ યાત્રા આજરોજ બપોરે દ્વારકાથી શરૂ થશે. જે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ફરી, આજે સાંજે ખંભાળિયા પૂર્ણ થશે. અહીં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે.

તમામ રાષ્ટ્રીય પક્ષો માટે આસ્થા સાથે મહત્વના એવા તીર્થધામ દ્વારકામાં આજરોજ બુધવારે બપોરે બે વાગ્યે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત ગૌરવ યાત્રા શરૂ થશે. આ ગૌરવ યાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કેન્દ્રીય મંત્રી તથા ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્ય તેમજ સ્થાનિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે.

આ ગુજરાત યાત્રા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારકાથી પ્રસ્થાન કરાવશે. જેના અનુસંધાને દ્વારકાના એન.ડી.એચ. હાઈસ્કૂલના મેદાનમાં યોજવામાં આવેલી વિશાળ જાહેર સભાને પાર્ટીના નેતાઓ સંબોધશે. આ માટે એન.ડી.એચ. હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં તૈયાર કરવામાં આવેલા વિશાળાના ભવ્ય ડોમ સાથે પાર્કિંગ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

બપોરે બે વાગ્યે આ ગૌરવ યાત્રા શરૂ થયા બાદ દ્વારકાથી કલ્યાણપુર તાલુકાના નંદાણા અને જુવાનપુર ગામે અને ત્યારબાદ સાંજે ખંભાળિયા તાલુકાના હંજડાપર અને વડત્રા ગામે થઈ અને રાત્રે ખંભાળિયા ખાતે સંપન્ન થશે. અહીં જોધપુર ગેઈટ ચોકમાં જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ગુજરાત ગૌરવ યાત્રાને આવકારવા ભારતીય જનતા પાર્ટીની યુવા ટીમ દ્વારા ભવ્ય અને વિશાળ બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લાના પ્રમુખ ખીમભાઈ જોગલ તથા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેરની ટીમ દ્વારા અહીંના નેતાઓના વડપણ હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે.

આ તમામ કાર્યક્રમો માટે દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શોભાયાત્રાના માર્ગોને તથા બેનરો વડે સુશોભિત કરવામાં આવ્યા છે અને પાર્ટીના નાના-મોટા તમામ કાર્યકરો આ આયોજનો સુપેરે સંપન્ન થાય તે માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી રહ્યા છે. જિલ્લામાં સંભવિત રીતે પ્રથમ વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, કેન્દ્ર તથા રાજ્ય કક્ષાના નેતાઓ, સાંસદ સહિતના મોટી સંખ્યામાં નેતા.

અન્ય સમાચારો પણ છે...