કેન્દ્ર અને રાજય સરકારના પ્રયાસોથી સંકલન કરીને વીજ સમસ્યા નિવારવા માટે દરેક જિલ્લામાં વિશાળ ક્ષમતાના સબ સ્ટેશનો કરોડો અબજોના ખર્ચે કરવા આયોજન શરૂ કરાયું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભોગાત ગામે 400 કે.વી.નું વિશાળ સબ સ્ટેશન સ્થાપવાનું કાર્ય શરૂ થયું છે. જે થોડા સમયમાં પુરૂ થશે.
દ્વારકા જિલ્લામાં હાલ ખંભાળીયામાં અને ભાટિયામાં 132 કે.વી. સબ સ્ટેશનો સૌથી મોટા છે. જ્યારે 400 કે.વી.નું સૌથી મોટું જિલ્લામાં ભોગાતમાં પ્રથમ શરૂ થશે જેની લાઈનોનું કામ પુરજોશથી ચાલુ છે.હાલ મોટા પ્રમાણમાં સબ સ્ટેશનોમાં વોલ્ટેજ ઓછા થતા હોય તથા દિવસે પાવર ખેડૂતોને આપવા માટેની યોજના શરૂ થતાં કોમર્શિયલ, ઘર વપરાશ તથા ખેડૂતોને વીજળી પહોંચી શકવા માટે વિશાળ ક્ષમતાના સબ સ્ટેશનની જરૂરત રહે છે. કાલાવડ જામનગર અને ભોગાત દેવભૂમિ દ્વારકામાં આ યોજના શરૂ કરવાની કાર્યવાહી ચાલે છે.
આ સબ સ્ટેશન કાર્યરત થતા વીજળીના તમામ પ્રશ્નો દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓના તદ્દન ઓછા થઈ જશે. તથા દ્વારકા જિલ્લામાં હાલ વિન્ડફાર્મ વધતા જાય છે. ત્યારે તેનો પાવર પણ ઉપયોગમાં લઇ શકાય તે માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે. તથા આ 400 કે.વી. સાથે રાણાવાવ, ગોપ જેવા સબ સ્ટેશનો પણ જોઈન્ટ થશે તેવી ભવિષ્યમાં એક તરફથી પાવર બ્રેક થાય તો વિકલ્પ રહે તેવું આયોજન પણ કરાયું છે. તથા નાના નાના 66 કે.વી. સબ સ્ટેશનમાં ઓછા વોલ્ટેજના પ્રશ્નો તથા નવા કનેક્શનોના પ્રશ્નો પણ હલ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.