ખંભાળીયા તાલુકાના માંઢા ગામે એકયુવતીને મારી નાખવાની ધમકી આપી તેના પર ગાડી ચડાવી દઈને મારી નાખવા પ્રયત્ન કરીને જામનગરના ગાગવાધાર રહીશ પુંજાભાઈ ભીખાભાઈ સાખરા નામનો શખ્સ તેની ઇનોવા કાર લઈને જતો હતો ત્યારે ખંભાળીયા ઇન્ચાર્જ પીઆઈ નિકુંજ જોશી પોલીસ પાર્ટી સાથે ચેકીંગમાં નીકળતા ઉકત શખ્સને અટકાવીને તપાસ કરતા તેની ઇનોવા કારમાંથી બે એરગન તથા તેમાં ભરવાના છરા, ધોકા તથા 80 હજાર ઉપરાંતની રોકડ મળી આવતા તેની પૂછપરછ હાથ ધરીને પોલીસ સ્ટેશન લઈ જતા માંઢા ગામના રાણાભાઈ નગાભાઈ ગઢવીએ ફરીયાદ પણ દાખલ કરાવતા તુરંત અટકાયત કરાઈ હતી.
જયારે રાણાભાઈ નગાભાઈ ગઢવીએ પુંજાભાઈ ભીખાભાઇ સાખરા સામે તેમના કુટુંબની દીકરી માવતરે રહેતી હોય એ મહિલાને મારી નાખવા ધમકી આપી તેના પર બોલેરો ગાડી ચડાવીને મારી નાખવા પ્રયત્ન કર્યાની ફરિયાદ કરી છે. ફરિયાદીનો આરોપી ભાણેજ જમાઈ થાય છે. તથા થોડા દિવસ પહેલા જ ગાળો ભાંડી ધમકીની ફરિયાદ પણ તેના પર થયેલી અને તેમાં ફરાર હતો ત્યાં આ બનાવ બનતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે કાર બે એરગન વગેરે કબજે કર્યાહતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.