વિધાનસભા ચૂંટણી:દ્વારકામાં મુખ્ય સમસ્યા ‘દબાણ; પણ અહીંના મતદારો કોઈના ‘દબાણ’માં આવે એવા નથી..!

દેવભૂમિ દ્વારકા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દેવભૂમિ દ્વારકા સીટ પર 13 ઉમેદવારો મેદાનમાં, પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મોટી ટક્કર
  • લોહાણા, બ્રાહ્મણ અને વાઘેર સમાજના મતો નિર્ણાયક પુરવાર થતા આવ્યા છે

ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં વરસેદહાડે લાખો શ્રદ્ધાળુઓ આવીને જગત મંદિરમાં પોતાનું શીશ ઝૂકાવે છે અને ગોમતી નદીમાં ડૂબકી લગાવીને ધન્યતાનો અનુભવ કરે છે. દ્વારકા 82-વિધાનસભા સીટમાં આવે છે. દ્વારકાની વસતી 55,000 છે અને તેમાંથી 33,000 મતદાતાઓ છે. અહીંયા સતવારા, લોહાણા, બ્રાહ્મણ અને વાઘેર સમાજ બહુમતીમાં છે અને બહુધા આ સમાજના મતો જ અહીંયા નિર્ણાયક સાબિત થતા રહ્યા છે. 2017ની ચૂંટણીમાં અહીંયા લગભગ 54 ટકા જેટલું મતદાન થયું હતું, જે ભાજપ તરફી રહ્યું હતું.

દ્વારકા શહેરમાં હાલની વિધાનસભાની ચૂંટણીને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં મતદારો નીરસ છે તો ઘણા વિસ્તારોમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં પણ રાજકીય ગરમાવો પ્રસરી ગયો છે. આ વખતે આ બેઠક પર 17 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 2 ફોર્મ રદ થયા છે અને 2 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા હવે કુલ 13 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં સીધી ટક્કર તો ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જ હોવાનું માનવામાં આવે છે.

ભાજપમાંથી પબુભા માણેક, કોંગ્રેસની ટિકિટ પર મુળુભાઈ કંડોરીયા અને આમ આદમી પાર્ટીમાંથી લખુભાઇ નકુમે જંગમાં ઝૂકાવ્યું છે. ચૂંટણી જાહેર થયા પછી આ ત્રણે ત્રણ ઉમેદવારો સમયાંતરે દ્વારકાધીશના ચરણોમાં માથું નમાવી ગયા છે. આ ત્રણ ઉમેદવારો સિવાય બહારથી અન્ય કોઈ બેઠકના ઉમેદવારો હજુ સુધી જગત મંદિરમાં દર્શન કરવા આવ્યા નથી.

યોગી આદિત્યનાથની આજે દ્વારકામાં જાહેર સભા, મંદિરમાં જશે?
આવતીકાલે બુધવારે યોગી આદિત્યનાથની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ચરકલા રોડ પર આવેલી સથવારા સમાજની વાડીમાં યોગી આદિત્યનાથ સવારે 10 વાગે જાહેર સભાને સંબોધશે. યોગી દ્વારકા આવી રહ્યા હોવાથી સ્થાનિક ભાજપ અગ્રણીઓ છેલ્લા 24 કલાકથી ઉંધા માથે તૈયારીમાં લાગી ગયા છે. યોગી દ્વારકામાં આવી રહ્યા છે ત્યારે તેઓ ભગવાનના દર્શન કરવા જગત મંદિરમાં જશે કે પછી જાહેર સભા પતાવીને તરત જ ચાલતી પકડશે તેવો સવાલ અત્યારે દ્વારકામાં પૂછાઇ રહ્યો છે.

ભાગવતમાં 8મો અધ્યાય કૃષ્ણજન્મનો છે અને ચૂંટણીનું પરિણામ પણ 8મીએ છે : ગુગળી બ્રાહ્મણ સમાજના પ્રમુખ

ભાગવતમાં આઠમો અવતાર કૃષ્ણ જન્મનો છે અને આ ચૂંટણીનું પરિણામ પણ 8મીએ જ છે તો સમસ્ત દ્વારકાની પ્રજાને મારી અપીલ છે કે, અચૂક મતદાન કરીને આપણે આ અવસરને ઉત્સવમાં ફેરવીએ. કૃષ્ણ જન્મ વખતે જેમ નંદ ઘેર આનંદ ભયો થાય છે એમ જ જંગી મતદાન કરીને આપણે પણ આઠમી ડિસેમ્બરે નંદ ઘેર આનંદ ભયોની ઉજવણી કરીએ.’ > અશ્વિનભાઈ પુરોહિત, પ્રમુખ - ગુગળી બ્રાહ્મણ-505 સમાજ, દેવભૂમિ દ્વારકા.

અન્ય સમાચારો પણ છે...