મહાદેવના મંદિરમાં પૂજા શરૂ:દેવભૂમિના ખંભાળિયાની ઘીની મહાપુજા દાયકાઓથી દેશ વિદેશમાં પ્રસિધ્ધ છે

ખંભાળિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિના ખંભાળિયામાં પવિત્ર શ્રાવણ માસમાં ખામનાથ મહાદેવ મંદિરે ઘીની બાર વાર મહાપૂજા યોજાય છે.જે સમગ્ર સૌરાષ્ટ્ર તથા દેશ વિદેશમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. ખંભાળીયા શુદ્ધ ઘી માટે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે. ત્યારે વર્ષો પહેલા ખામનાથ મહાદેવ મંદિરે ટ્રસ્ટીઓ તથા પૂજારીઓ દ્વારા શિવની આ વિશિષ્ટ પૂજાનો પ્રારંભ થયો હતો.શુદ્ધ ઘીને લઈને તેને ઘૂંટવામાં આવે છે.

ખૂબ જ મહેનત અને ધીરજ સાથેનું આ કામ છે. ધવલ શ્વેત ઘીને ઘૂંટીને પછી લોખંડની ચોકીમાં પાણી ભરી તેના પર આ ઘી નાખીને પાણી પર એક પરત થઈ જાય છે. જે એકદમ સફેદ દૂધ જેવી હોય છે. આ પરતને લાકડાના બનેલા ઓઠા જેમાં ભગવાનની વિવિધ મૂર્તિઓ તથા શસ્ત્રો, આભૂષણો હોય છે. તેના પર તેની પરત ચડાવીને અલૌકિક દર્શન બને છે. અને ઘીની મહાપૂજા સાથે શિવ મંદિરોમાં કોઈ પ્રસંગ તાદ્રશ્ય થાય છે.

ગણેશ પૂજા, માર્કન્ડેય ઋષિ, કૃષ્ણ જન્મ, ગંગા અવતરણ, પચમુખી મહાદેવ, સહિતની વિવિધ પૂજાઓ થાય છે. એમ કહેવાય છે કે ઘી ની પૂજા ખંભાળીયાથી જ સૌરાષ્ટ્રના અન્ય મંદિરોમાં પ્રચલિત થઈ છે. પૂજા પ્રમાણે પાંચ-દશ હજાર ખર્ચમાં થતી ઘીની મહાપૂજા ખંભાળીયાના શિવ મંદિરો ખામનાથમાં શરૂ થઈ હતી. આ પૂજા તે પછી અહીંના શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ તથા રામનાથ મહાદેવ શરૂ થઈ હતી.

આજે ખંભાળીયાના ઘણા મંદિરોમાં પૂજા થાય છે. પણ મોટા ભાગે ખામનાથ, શરણેશ્વર તથા પાળેશ્વર મહાદેવ મંદિરે એકજ પ્રકારના દર્શનની અલગ અલગ પૂજા હોય છે. જે નિહાળવા તથા દર્શન કરવા ભક્તો ઉમટે છે.ખંભાળીયા તથા જામનગર અને હાલારના અનેક ભક્તો જે વિદેશોમાં રહે છે તે પણ દેશમાં શ્રાવણ માસમાં આવવાનું વધારે પસંદ કરે છે. જેથી ઘીની મહાપુજાના દર્શન કરી શકે. પ્રથમ સોમવારે ભોળાનાથના ભક્તો સવારથી જ મંદિરમાં ઉમટી પડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...