ભારતના પશ્ર્ચિમ ક્ષેત્રમાં વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આ જગત મંદિર ભારતના પશ્ચિમી ક્ષેત્રના છેવાડા પર આવેલ હોઈ હર હંમેશ માટે દુશ્મન દેશોની નજરમાં રહ્યું છે. જેના કારણે ભારતીય સુરક્ષા તંત્ર સજ્જ રહ્યું છે. જગત મંદિરની અંદર મોબાઈલથી લઈ કોઈપણ ઇલેક્ટ્રોનિક સામાન અંદર લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. અને 24 કલાક સુરક્ષા એજન્સીઓ તૈનાત જ રહે છે.
હજુ સુધી કારણ અકબંધ
તા. 25.07.22 ના રોજ સાંજના સમયે અચાનક એક ડ્રોન કેમેરા જગત મંદિર ઉપર ઉડવાની જાણ થતા સુરક્ષા તંત્ર ધંધે લાગ્યું હતું. જગત મંદિર પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ આ ડ્રોન કેમેરા કોણ ઉડાવી રહ્યું છે અને ક્યાંથી આવ્યું છે. તેની જાણકારી મેળવવા કામે લાગ્યું હતું. પરંતુ મોડી સાંજ સુધી આ કેમેરા ડ્રોન કેમેરા કોણે ઉડાવ્યો, આ ડ્રોન ઉડાડવાની મંજુરી લેવાઇ છે કે કેમ અથવા ઉડાડવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. દ્વારકા પોલીસ પીઆઈ પરમારના જણાવ્યા અનુસાર આ બાબતે તપાસ હાથ ધરાઇ છે. હાલ સીસી ટીવી કેમેરાના ફુટેજ પણ ચેક કરાઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.