દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલ કપુરડી ચેક પોસ્ટ નજીક ચાલી રહેલી વાહન ચેકીંગ દરમ્યાન એક ટ્રકને અટકાવી પોલીસે ચેકીંગ કરતા ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ભેંસોને ભરી લઈ જવામાં આવતી હોવાનું સામે આવતા પોલીસે ખંભાળીયાના એક શખ્સને ઝડપી લીધો હતો.જ્યારે એક શખ્સ હાજર ન મળી આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ દફતરેથી મળતી માહિતી મુજબ ભાણવડના કપુરડી ચેક પોસ્ટ ખાતે ગત તા.08ના વાહન ચેકીંગ કામગીરી દરમ્યાન આરોપી અજય બાબુ મકવાણા નામના ખંભાળીયાના શખ્સ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ વગર પોતાના કબ્જાનું ટ્રકમાં ગેરકાયદે પાસ પરમીટ વગર કે કોઈ આધાર પુરાવા વગર બે ભેંસો ક્રૂરતાપૂર્વક હલન ચલન કરી ન શકે તેવી રીતે બાંધી તેમજ ઘાસચારો,પાણીની કોઈ વ્યવસ્થા ન રાખી આ ભેંસો લઈ નીકળતા પોલીસે તેને ઝડપી લીધો હતો.આ પ્રકરણમાં સંડોવાયેલા ખંભાળીયાના નાથા ગોજીયા નામના ઇસમનું નામ ખુલતા પોલીસે તેને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.