જગતમંદિરમાં સોનાનું દાન:ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ભક્ત પરીવારે 325 ગ્રામ સોનાના હારની ભેટ ચડાવી

દ્વારકા ખંભાળિયા19 દિવસ પહેલા

દ્વારકાના જગતમંદિરમાં ભક્તોનો કોઇ જોટો નથી. દેશ વિદેશથી ભગવાન કાળીયા ઠાકોરના ભક્તો પોતાની શ્રધ્ધા પુર્ણ થતા, ભગવાન દ્વારકાધીશનો પાડ માનવા આવતા હોય છે. આસ્થા સાથે ભેટ અને સોગાદ તેમના ચરણોમાં અર્પણ કરતા હોય છે. આજના તારીખ 06.09.22 ના પવિત્ર દિવસે શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત પરિવાર દ્વારા શ્રીજીને સોનાનો હાર તથા 1 ગંઠો અર્પણ કરવામાં આવ્યા. જે સોનાનું વજન અંદાજે 325 ગ્રામ છે. આ રીતે ભક્તોએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ભેટ મુકી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...