ખંભાળીયા પાલિકામાં રોજમદાર તરીકે કામ કરતા પંદર જેટલા મૂલી મજૂરો કાયમી કરવાને મુદ્દાને નગરગેઇટ ખાતે આત્મવિલોપનના પ્રયાસ બાદ મંગળવારે ધારાસભ્ય વિક્રમભાઇ માડમની આગેવાનીમાં જોધપુર ગેઇટ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.
પાલિકાની સામાન્ય સભા વેળાએ પાલિકામાં રોજમદાર તરીકે કામ કરતા 15 જેટલા કામદાર દ્વારા કાયમી કરવાના મુદ્દે નગરગેઇટના ટાવર પર ચડીને આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા તેની અટક કરી હતી. બીજે દિવસે અગ્રણી નટુભાઈ ગણાત્રા સહિત રોજમદાર મહિલાઓ કલેકટરને રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેઓ દ્વારા બેહૂદુ વર્તન કરતા પોલીસ દ્વારા અટક કરાઈ હતી.
ત્યાર બાદ મજૂરો દ્વારા પાલિકા દ્વારા છુટા કરાયા હોવાનું જણાવી ધારાસભ્ય વિક્રમ માડમની આગેવાનીમાં જોધપુર ગેઇટ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. બીજીબાજુ પ્રમુખ ભાવનાબેન પરમારે જણાવ્યું હતું કે પાલિકાના રોજમદાર મહિલાઓ સામુહિક રીતે ગેરહાજર રહેતા તેઓને ખુલાશો આપી કામ પર આવવા જણાવેલ કોઈપણ કર્મચારીને છૂટો કરવાનો આદેશ કરવામાં આવ્યો નથી.
ત્યારે એક બાજુ સત્તાધીશો દ્વારા એમ જણાવ્યું હતું કે, કોઈપણ મૂલી મજૂર કે રોજમદારોને છુટા કરાયા નથી. ગેરહાજર રહેવા બદલ ખુલાશો આપવા જણાવેલ બીજી બાજુ ખંભાળીયાના ખુદ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તથા નટુભાઈ ગણાત્રાની સાથે રોજમદાર મહિલાઓ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. પાલિકા કર્મીઓ દ્વારા ઉપવાસ પર આવી પાલિકા દ્વારા કોઈને છુટા કરવામાં આવેલ નથી તેમ જણાવતા આંદોલન ગણતરીની કલાકોમા સમેટાઇ ગયું હતું.
ખંભાળિયામાં રોજમદાર કર્મીઓને કાયમી કરવા અંગે બે દિવસથી મુદ્દો ભારે ચર્ચામાં છે
આ મૂલી મજૂરોના સમર્થન ઉતરેલા આપના સમર્થક નટુભાઇ ગણાત્રાની ગઈકાલે કલેકટર કચેરી ખાતે થી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી હતી અને નટુભાઇ ગણાત્રા ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે હતા ત્યારે ભાજપ પાલિકાના ઉપ પ્રમુખ જગુભાઈ રાયચુરાની પોલીસ સ્ટેશને એકાદ કલાક જેટલી હાજરી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાસ્પદ બની છે.
એક બાજુ આપના સમર્થક નટુભાઇ ભાજપ શાસિત પાલિકા સામે મહિલા પ્રશ્ને સમર્થન કરી ને આંદોલન સહિતનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભાજપ પાલિકાના ઉપ પ્રમુખ રોજમદાર કર્મીઓના પ્રશ્ને સમર્થન આપનાર નટુભાઈને પોલીસ સ્ટેશન સમર્થન આપવા ગયા કે શુ ? એ બાબત શહેરભરમાં ભારે ચર્ચાસ્પદ બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.