• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • The Additional District Magistrate At Devbhoomi Dwarka Issued A Proclamation; Entry Closed Till December 11 Without Prior Approval

21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ:દેવભૂમિ દ્વારકામાં અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટે જાહેરનામું પ્રસિધ્‍ધ કર્યું; પુર્વ મંજુરી વિના 11 ડિસેમ્બર સુધી પ્રવેશ બંધ

દ્વારકા ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્‍લો ભારતની પશ્વિમ આંતરરાષ્‍ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્‍લો છે. જિલ્‍લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર બે ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જ્યારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્‍થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્‍ધાળુઓ અવર જવર કરતા હોય છે.

લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો
આ શ્રધ્‍ધાળુઓ સાથે રાષ્‍ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શક્યતા નકારી શકાય નહી. ત્રાસવાદી જુથોના સંગઠનો દ્વારા દેશના મહત્ત્‍વના ચાવીરૂપ સંસ્‍થાઓ તેમજ મહત્ત્‍વના ધાર્મિક સ્‍થાનો, ભીડવાળા સ્‍થળોએ હુમલા કરી ભાગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આવી પ્રવૃતિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્‍ધ કર્યું છે. જિલ્‍લામાં આવેલા 21 ટાપુઓ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્‍ટ્રેટની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં
જેમાં ખંભાળિયા તાલુકાની મહેસૂલી હકુમતમાં આવતા ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ તેમજ કલ્યાણપુર તાલુકામાં આવતા ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ જ્યારે દ્વારકા તાલુકા મહેસૂલી હકુમત હેઠળ આવતા આશાબાપીર ટાપુ ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્‍ણા ટાપુ અને કુડચલી ટાપુ પર તા. 11 ડિસેમ્બર સુધી પ્રવેશબંધી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ એક યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...