તપાસ:ઓખા પંથકમાં લલચાવી ફોસલાવી સગીરાનું અપહરણ

ખંભાળિયા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપહ્યત સગીરા-આરોપીના સગડ માટે કવાયત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પંથકમાં રહેતા એક પરીવારની સગીર વયની પુત્રીને ઓખામાં જ રહેતો એક શખસ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.જેની ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી અપહ્યત સગીરા અને અપહરણકાર શખસના સગડ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દ્વારકા પંથકનાઓખા વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષ અને 8 માસ વાળી સગીર વયની પુત્રી સાથે આરોપી સમીર આરીફ બુખારી નામના શખ્સે મીઠ્ઠી મીઠ્ઠી વાતો કરી તેમના પ્રેમજાળમાં ફસાવી સગીરાના પિતા વિરુદ્ધ સગીરાને કાન ભંભેરણી કરી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે સગીરાનેઅપહરણ કરી લઈ ગયાનો બનાવ બહાર આવ્યો છે.

અપહરણનો આ બનાવ ગત તા.4 મેની રાત્રીથી તા.5મેની સવાર દરમિયાન બન્યો હોવાનુ જાહેર થયુ છે. આ બનાવની ભોગગ્રસ્તના પિતાની ફરીયાદ પરથી પોલીસે સમીર આરીફ બુખારી (રે.ઓખા) સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...