'થેલેસેમિયા તપાસ કાર્યક્રમ':ખંભાળિયાના વિદ્યાર્થી બાળકોના થેલેસેમિયા ટેસ્ટ કરાયા; બાળકોના ઉપયોગ માટે મ્યુઝિક સિસ્ટમ ભેટ અપાઈ

દ્વારકા ખંભાળિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ આયોજિત બાળ સંભાળ ગૃહના બાળકો માટે ખંભાળિયા ખાતે તાજેતરમાં જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ (હ. દિલીપભાઈ અમલાણી- મુંબઈ) પુરસ્કૃત થેલેસેમિયા તપાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવા સદનના બાળ સુરક્ષા એકમ હેઠળ યોજવામાં આવેલા આ કાર્યક્રમનો મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં દરેક મહેમાનોને પુષ્પ તેમજ પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય દાતા જયાબેન કુમળદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોનો થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સાથે સાથે બાળકોના ઉપયોગ માટે મ્યુઝિક સિસ્ટમ ભેટ આપવામાં આવી હતી. આ સાથે નિવૃત શિક્ષિકા નિવેદિતાબેન એ. પંડ્યાના આર્થિક સહયોગથી બાળકોને ખજૂર, ચીકી, અડદીયા અને ખાજલી આપવામાં આવ્યા હતા. અહીંની હરીપર તાલુકા શાળા સી.આર.સી. કોઓર્ડીનેટર ભીમશીભાઈ ગોજીયા દ્વારા બાળકોને ઉપયોગી પુસ્તકો તેમજ હેન્ડવોશ કીટ આપવામાં આવ્યા હતા. અહીંના જાણીતા ડૉ. રિઘ્ધિશભાઈ પડીયા દ્વારા બાળકોને આરોગ્ય સંભાળવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કોઈપણ સમયે મદદરૂપ બનવા તેમણે તૈયારી દર્શાવી હતી.

ખંભાળિયાની સરકારી હોસ્પિટલના લેબ ટેકની. મુકેશભાઈ તન્ના દ્વારા બાળકોને થેલેસેમિયા વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત બાળકોના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારી વકીલ અલ્પેશભાઈ પરમાર દ્વારા બાળકોને પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હેમતભાઈ કણજારીયા, સપનાબેન કાનાણી, અલ્પેશભાઈ પરમાર, પ્રકાશભાઈ ખેરાળા, બકુલેશભાઈ પરમાર, મુકેશભાઈ તન્ના, અહેમદખાન પઠાણ, ભીમશીભાઈ ગોજીયા, મેરૂભાઈ બેરા, રતિલાલભાઈ મકવાણા તેમજ દિલીપભાઈ કરંગીયા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં પ્રકાશભાઈ ખેરાળા દ્વારા સ્વાગત પ્રવચન તેમજ અલ્પેશભાઈ પરમાર દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્ય સપનાબેન કાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...