દ્વારકા નજીક ઓખા હાઇવે પર ખોડીયાર ચેક પોષ્ટ પાસે ચાલુ બસે દરવાજા પાસે ઉભા રહી મોબાઇલમાં વાત કરતા શિક્ષક યુવાનનુ નીચે રોડ પર પટકાતા ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયુ હતુ.મૃતક શિક્ષક ભાવનગરના તળાજા પંચકમાં રહેતા હતા જેઓ શાળાના સ્ટાફ અને વિધાર્થીઓ સાથે દ્વારકાના શૈક્ષણિક પ્રવાસે આવ્યા હતા. જુનાગઢ તરફ જતી વેળાએ અકસ્માતમાં જીવ ગુમાવ્યાનુ જાણવા મળ્યુ છે. ભાવનગર જિલ્લાના વતની અને હાલ તળાજા ખાતે રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ રમેશભાઈ જાની (ઉ.વ.35) સ્કૂલના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સાથે દ્વારકા શૈક્ષણિક પ્રવાસે આવ્યા હતા. જેઓ તમામ દ્વારકા દર્શન કરી પરત જૂનાગઢ જવા નીકળ્યા હતા જે વેળા દ્વારકા હાઇવે રોડ ઉપર પહોંચતા ચાલુ બસમાં હર્ષદભાઈને ફોન આવતા તેઓ પોતાની સીટમાંથી ઉભા થઈને ફોનમાં વાત કરતા કરતા બસમાં દરવાજા પાસે ગયા હતા અને ત્યાં ઉભા ઉભા ફોનમાં વાત કરતા હોય તે વેળાએ અચાનક તેઓ બસના દરવાજા પાસેથી નીચે રોડ ઉપર પડી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સાથી શિક્ષક કરશનભાઇ જાળેલાએ પોલીસને જાણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.