આત્મહત્યા:ભીમરાણામાં ફાંસો ખાઇ યુવતિનો આપઘાત

ખંભાળિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દેવભૂમિમાં અપમૃત્યુના બે બનાવ
  • પેટમાં દુ:ખાવો ઉપડતા યુવતિનું મોત

દ્વારકા જિલ્લામાં અપમૃત્યુ અને આપઘાતના જુદા-જુદા બનાવમાં યુવતિ અને મહિલાએ જીવ ગુમાવ્યાનું જાહેર થયું છે. ખંભાળીયા તાલુકાના મોવાણ ગામે રહેતા નિશાબેન વલ્લભભાઈ હડિયલને પેટમાં દુખાવો ઉપડતા બેહોશ થઈ જતા સારવાર અર્થે ખંભાળીયા સાંકેત હોસ્પિટલમાં લઇ જવાયા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં લાવતા હોસ્પિટલમાં પહોંચતા પહેલા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મૃતકના પિતાએ ખંભાળીયા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

તેમજ અન્ય એક બનાવ મિઠાપુરના ભીમરાણા ગામે રહેતા સુનિતાબેન ઉર્ફે સુનકી ભરતભાઇ ભાભોરને કોઈક વાતનું મનમાં દુઃખ લાગી આવેલ હોય,આ બનાવ અંગે કોઈને કહ્યા વગર ગળાફાંસો ખાઈ જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મીઠાપુર પોલીસને જાણ અનિલભાઈ પરમારએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...