ખંભાળિયાની જીવીજે કોલેજની છાત્રાઓ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાતે...
ખંભાળિયાની જી.વી.જે. કોલેજની વિધાર્થિનીઓને શિક્ષકો દ્વારા મહિલા અને બાળ સુરક્ષા અંતર્ગત ચાલી રહેલી સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન 181 અભયમની ટીમ પણ હાજર રહી હતી. આ મુલાકાતમાં સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે માહિતી આપી, સેન્ટર દ્વારા આપવામાં આવતી સહાય, હંગામી ધોરણે આશ્રય, પરામર્શ, પોલીસ સહાય, કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. આ સાથે પી.બી.એસ.સી., વિવિધલક્ષી મહિલા કેન્દ્ર, 181 મહિલા અભયમ હેલ્પલાઇન અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. છાત્રાઓને કામકાજના સ્થળે થતી જાતીય સતામણી સામે કાયદાકીય કાર્યવાહીની સમજ આપી સંકટ સખી એપ વિશે પણ સમજ આપવામાં આવી હતી.
દ્વારકાની આઇ.ટી.આઇ. ખાતે બુધવારે ઔધોગિક ભરતીમેળો...
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા આઇ.ટી.આઇ. દ્વારકા ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી બુધવાર તારીખ 11ના રોજ સવારે 10 વાગ્યે દ્વારકાની આઈટીઆઈ કચેરી ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવબળની જરૂરિયાત હોય ત્યારે ઇચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે. જોબફેરમાં જુદી–જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. આ એક ઓપન જોબફેર છે, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવી હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે તેમ વધુમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.