કલ્યાણપુર પંથકમાં જામનગર-દ્વારકા હાઇવે પર બામણાસા પાટીયા પાસે પુરપાટ દોડતી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા વિધાર્થી યુવકનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે અન્ય એક છાત્ર ઘવાયો હતો.ભિષણ ટકકરમાં બાઇકને ખાસ્સુ નુકશાન થયુ હતુ. જયારે કાર રોડ સાઇડમાં ઉતરી પલટી મારી ગઇ હતી.પોલીસે કારચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ભાટીયાથી દ્રારકાજતા હાઈવે પરના બામણાસા પાટીયા પાસે બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે એક પુરપાટ વેગથી ધસી આવેલી સ્વીફટ કારએ બાઇકને જોરદાર ટકકર મારી હતી.જેના કારણે રોડ પર ફંગોળાઇ ગયેલા બંને બાઇકસવાર રોડ પર ઢસડાઇ પડયા હતા જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા નિકુલસિંહ ભરતસિંહ વાઢેર (ઉ.વ.17)ને માથા સહિત શરીરે ગંભીર ઇજા થતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.
જયારે અન્ય વિશ્વજીતને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તુરંત સ્થાનિક હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડાયો હતો. આ બનાવમાં સ્વીફટ કાર પલટી ખાતા તેમાથી ચલમ-હોકાનો સામાન પણ બહાર ફંગોળાયો હતો. અકસ્માતમાં આશાસ્પદ વિધાર્થીનો ભોગ લેવાયો હોવાના બનાવના પગલે સંબંધિત વિસ્તારમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. અકસ્માતના આ બનાવ મામલે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.