સસ્તા અનાજ પ્રકરણ:ભાણવડ પંથકના રેશન કાર્ડમાં ભૂતિયા નામ ચડાવી અનાજનો જથ્થો રાખવાના કૌભાંડમાં પગલું : 8 લાયસન્સ રદ્દ

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં તંત્રની તપાસમાં તાજેતરમાં 2 કોમ્પ્યુટર ઓપરેટર, રેશનિંગ દુકાનદારો તથા સંચાલકોની મિલી ભગતથી રેશનકાર્ડમાં 2046 ભૂતિયા નામો ચડાવી સસ્તા અનાજનો જથ્થો રાખવાનું કૌભાંડ ઝડપાયું હતું.જેમાં પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી 12 વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી તપાસનો દૌર આગળ ધપાવ્યો હતો.જે બાદ ભાણવડ પંથકના આઠ વ્યાજબી ભાવની દુકાનદારોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા ઉપરોકત સસ્પેન્ડ થયેલા દુકાનદારોમાં રાઠોડ રમણિકલાલ ગોવિંદભાઈ ભાણવડ, ભાણવડ મહિલા ગ્રાહક સહકારી ભંડાર લી., સૌરાષ્ટ્ર અનુ.જન જાતિ ઉ.મંડળી ભાણવડ, ગોંડલીયા હિરેન આત્મારામ વેરાડ, જાડેજા જ્યોતિબા હકુમતસિંહ ભેનકવડ, કરમુર રામભાઈ ડાડુભાઈ કલ્યાણપુર, બરાઈ નગીન અરજણભાઈ શેઢાખાઈ તથા પ્રકાશ રતિલાલ કુંડલીયા ભાણવડનો સમાવેશ થાય છે.

આ અંગે ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પાર્થ કોટડીયાએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં દુકાનદારોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે તે વિસ્તારમાં ગ્રાહકોને સસ્તા અનાજનો માલ મળે માટે જેતે વિસ્તાર નજીક લાયસન્સ ધારકો પાસેથી મળી શકે તેવી વ્યવસ્થા હાલ કરવામાં આવી છે.અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ચારના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં તંત્ર દ્વારા અગાઉ ફોજદારી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...