મતગણતરી સંપન્ન:દ્વારકામાં મતગણતરી માટે આવેલો સ્ટાફ પરત રવાના

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતગણતરી શાંતપૂર્ણ વાતાવરણમાં સંપન્ન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયામાં રહેણાંક વિસ્તારમાં રામનાથ સોસાયટીમાં આવેલ એસ.એન.ડી.ટી. શાળામાં દ્વારકા તથા ખંભાળીયાની મતગણતરી ખૂબ જ સારી રીતે શાંતિથી સંપન્ન થઈ હતી. દ્વારકા જિલ્લા કલેક્ટર તથા ચૂંટણી અધિકારી એમ.એ.પંડ્યા તથા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય દ્વારા અગાઉથી જ પાર્કિંગ ઝોન, નો-પાર્કિંગ, રસ્તા બંધ, વૈકલ્પિક રસ્તા તથા ખૂબ જ ચુસ્ત રીતે ચેકીંગ તથા પોલીસ ટુકડીઓ રાખીને વ્યવસ્થા કરાઈ હતી.

દ્વારકા ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ખંભાળીયા ચૂંટણી અધિકારી તથા પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તથા મામલતદારો જયેશ મહેતા, દક્ષાબેન રિંડાણી વી. દ્વારા ગણતરી વ્યવસ્થા રાઉન્ડ વાઇઝ પરિણામો જાહેર કરવા તેનું માઈકમાં પ્રસારણ તથા પત્રકારો માટે મીડિયારૂમ ટીવી નેટ તથા અન્ય વ્યવસ્થાઓ પણ કરાઈ હતી તથા પરિણામો જાહેર થયા પછી પણ ચુસ્ત બંદોબસ્ત સાથે કોઈ ઘર્ષણ ના થાય કે તંગદિલીના થાય તેવી વ્યવસ્થા કરાઈ હતી. સવારના પાંચ વાગ્યાથી સ્ટાફ કામે ચડી ગયા હતા. જે બપોરે ચાર વાગ્યા પરિણામ જાહેર કરી મુક્ત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...