મહોરમના તહેવારની તૈયારીઓ:દ્વારકા જિલ્લાના એસ.પી. નિતેશ પાંડેએ શાંતિ સમિતિની બેઠકમાં હાજરી આપી; શાંતિ જળવાઈ રહે તે માટે રણનીતિઓ તૈયાર કરાઈ

દ્વારકા ખંભાળિયા2 મહિનો પહેલા

હાલ મોહરમના તહેવારો ચાલે છે. જેને અનુલક્ષીને સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી. નિતેશ પાંડેય, ડીવાયએસપી ચૌધરી સાહેબ તથા પીઆઈ અક્ષય પટેલ દ્વારા એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોહરમ કમિટીના આગેવાનો, મુસ્લિમ જમાતના આગેવાનો અને હિન્દુ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ મીટિંગમાં તાજીયાના રૂટ બાબતે તેમજ શાંતિ પૂર્વક મોહરમના તહેવાર મનાવાય અને તહેવારો દરમ્યાન સોશિયલ મીડિયાનો કોઈ ગેરઉપયોગ ના થાય અને શાંતિ જળવાઈ રહે તે બાબતે આગેવાનો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.

આ અગાઉ પણ મોહરમના તહેવારો ચાલુ હોઈ જે અનુસંધાને સલાયા મરીન પોલીસ સ્ટેશન ના પીઆઇ અક્ષય પટેલની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશનમાં બોલાવી હતી. તહેવારો શાંતિ પૂર્વક ઉજવાય અને કોઈ અઘટિત ઘટના ન બને તેની તકેદારી રાખવા અને જરૂર જણાય ત્યારે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. મોહરમના તહેવારો દરમ્યાન કાયદો વ્યવસ્થા જાળવવા સલાયા મરીન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...