કૌશલ્ય:દ્વારકા જિલ્લામાં સ્પે. ખેલ મહાકુંભમાં 500 દિવ્યાંગ ખેલાડીએ ઉત્સાહભેર ભાગ લીધો

ખંભાળિયા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુદી જુદી કક્ષાની સ્પર્ધામાં 1થી 3 ક્રમ મેળવનાર ખેલાડીઓને પુરસ્કૃત કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અંધજન, શ્રવણમંદ શારીરિક અને માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજયના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત 11મા ખેલમહાકુંભ - 2022નું આયોજન ખંભાળીયા ખાતે અગસ્ત્ય સ્કૂલમાં કરવામાં આવ્યું હતું.

જેમાં ચક્રફેક, ભાલાફેક, ગોળાફેક, ટ્રાયસિકલ સહિત વિવિધ સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં બ્લાઇન્ડ 100, શારીરિક ક્ષતિગ્રસ્ત-200, માનસિક ક્ષતિગ્રસ્ત-180, શ્રવણમંદ-20 એમ કુલ 500 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જુદી જુદી કક્ષાની સ્પર્ધામાં એકથી ત્રણ ક્રમાંક મેળવનાર દિવ્યાંગ ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.

દ્વારકા જિલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલિયાના માર્ગદર્શન હેઠળ રમત ગમત કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા ચા-નાસ્તો અને બપોરે ભોજનની વ્યવસ્થા કરાઇ હતી. દ્વારકા જિલ્લામાં સ્પે.ખેલ મહાકુંભના આયોજનમાં મોટા પ્રમાણમાં દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લઈ રમતોમાં તેમની કુશળતાનું કૌવત દેખાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...