• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • SOG Of Devbhoomi Dwarka District A Huge Success; 59 Grams Of Drugs Were Recovered From The House Of A Person Named Bilal Abdul Dal

દ્વારકામાં ડ્રગ્સ માફિયા ઝડપાયો:દેવભૂમિ દ્વારકા જિલ્લાની SOGને મળી મોટી સફળતા; બિલાલ અબ્દુલ દલ નામના શખ્સના ઘરેથી નીકળ્યું 59 ગ્રામ જેટલું ડ્રગ્સ

દ્વારકા ખંભાળિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે ગુજરાત પોલીસ સતત કામ કરી રહી છે. એવામાં SOGનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય, તે દરમિયાન દ્વારકા જીલ્લાની એસઓજી સ્ટાફને બાતમી મળેલ કે જામનગર બેડી વિસ્તારમાં રહેતો બિલાલ અબ્દુલ દલ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર કૈફી માદક પદાર્થનુ છુટક વેચાણ કરે છે. આ માહિતીના આધારે જામનગર એસઓજી તેમજ દ્વારકા જીલ્લાની એસઓજી સાથે મળીને રેઈડ કરતા બિલાલ અબ્દુલ દલના રહેણાંક મકાન માંથી એમ.ડી.એમ.એ. ( મ્યાઉં મ્યાઉ ) ડ્રગ્સ 59 ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કી.રુ .5,95,060 સાથે મળી આવ્યો હતો. જેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે દ્વારકા એસઓજી એછેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના ધંધાર્થીઓ પર બાઝ નજર રાખી તેઓને જેલ હવાલે કર્યા છે. અને ફરી એક વખત ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...