કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલી મેઈન બજારમાં એક દુકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ ખાતર પાડી રૂપિયા 1,94,500ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દુકાનના શટરનું તાળું તોડી રોકડની ચોરી
આ ફરિયાદ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના મૂળ રહેવાસી અને હાલ ભાટીયા ગામે રહેતા મનોજભાઈ જમનાદાસ દાવડાએ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ભાટિયાની મેઈન બજાર વિસ્તારમાં પી.એચ.સી. હોસ્પિટલ સામે આવેલી જલારામ મેડિકલ સ્ટોર નામની દુકાનમાં શુક્રવારે મોડી રાત્રિના સમયે તસ્કરોએ દુકાનના શટરનું તાળું તોડી દુકાનના ખાનામાં રાખવામાં આવેલા રૂપિયા 1,94,500ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયા હતા.
પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈપીસી કલમ 457 તથા 380 મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.