અધિકારીનું સ્વાગત-સન્માન:દેવભૂમિ દ્વારકાના નવા શિક્ષણાધિકારી તરીકે એસ.જે. ડુમરાણીયાએ ચાર્જ સંભાળ્યો; શિક્ષણવિદો દ્વારા સ્વાગત કરાયું

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા બી.એચ. વાઢેરની બદલી તાજેતરમાં જુનાગઢ ખાતે થતા તેમના સ્થાને જિલ્લામાં અગાઉ નોંધપાત્ર કામગીરી ચૂકેલા એસ.જે. ડુમરાણીયાને આ જિલ્લામાં પુનઃ મૂકવામાં આવ્યા છે. પોરબંદરના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રચાર્ય એસ.જે. ડુમરાણીયા તાજેતરમાં ખંભાળિયાની શિક્ષણ કચેરી ખાતે હાજર થઈ ગયા છે અને તેમણે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણ અધિકારી તરીકે ચાર્જ સંભાળતા અહીંના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિમલભાઈ કિરતસાતા, આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ હિતેન્દ્રભાઈ આચાર્ય, મહામંત્રી જગમાલભાઈ ભેટારીયા, કે.ડી. ગોકાણી, સુધાકર ચન્ને, બિન શૈક્ષણિક મંડળના ખીમભાઈ આહીર સાથે અન્સારીભાઈ, ગોવાભાઈ, કરંગીયાભાઈ વિગેરેએ તેમને આવકારી, તેમનું સ્વાગત સન્માન કર્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી આશરે ચારેક વર્ષ પૂર્વે 2016-2018 દરમિયાન પ્રાથમિક તથા માધ્યમિક વિભાગમાં શિક્ષણાધિકારી તરીકે તેમણે સુંદર કામગીરી કરી અને પડતર પ્રશ્નોના નિરાકરણ લાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...