• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Shankaracharyaji's Guruvandana Kari Flag Was Hoisted At Shardamath; A Large Number Of Devotees Took Advantage Of The Darshan

ગુરુપૂર્ણિમાની વિશેષ ઊજવણી:શારદામઠ ખાતે શંકરાચાર્યજીની ગુરૂવંદના કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું; મોટી સંખ્યામાં ભાવિકભક્તોએ દર્શનનો લાભ લીધો

3 મહિનો પહેલા

ધર્મનગરી દ્વારકામાં વિશ્વગુરુ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ગુરૂપૂનમનાં પાવન દિવસે જગત ગુરૂ શંકરાચાર્યજી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજીને ગુરૂવંદના કરી શારદા મઠ ખાતે વિશેષ દિનની ઉજવણી કરાઇ હતી.

મહારાજજીની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું
​​​​​​
​જેમાં આદિ શંકરાચાર્ય મહારાજજી તથા જગત ગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજજીની પાદુકાનું પૂજન વિધીસભર કરવામાં આવ્યું હતું. તથા જગત મંદિરના શીખર પર નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક તથા બહારગામથી આવી ભાવિકજનોએ લાભ લીધો હતો.

શિષ્ય નારાયણનંદજીએ આશીર્વચનો આપ્યાં
ભક્તોએ ગુરૂ અને વિશ્વગુરૂ ભગવાન કૃષ્ણની આરાધના કરી ગુરૂ પૂનમની ઉજવણી કરી હતી. શંકરાચાર્યજીના પ્રિય શિષ્ય બ્રહ્મચારી નારાયણનંદજીએ ભક્તોને આશીર્વચન પાઠવી આશીર્વાદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...