શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું નિધન:જ્યોર્તિમઠ અને શારદા પીઠના શંકરાચાર્ય હતા, આવતીકાલે નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ અપાશે

15 દિવસ પહેલા

જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની આયુએ રવિવારે નિધન થયું. તેમને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં માઈનર હાર્ટઅટેક આવ્યા પછી બપોરે 3 કલાક અને 50 મિનિટે અંતિમ શ્વાસ લીધા. સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરુ માનવામાં આવે છે.

સ્વામી શંકરાચાર્ય લાંબા સમયથી બીમાર હતા. તેમની સારવાર બેંગલુરુમાં ચાલી રહી હતી. હાલમાં જ તેઓ આશ્રમ પરત ફર્યા હતા. શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદે જણાવ્યું કે- સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને સોમવારે સાંજે 5 વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે. સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં જેલ પણ ગયા હતા. તો તેમને રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી.

9 વર્ષની ઉંમરે ઘર છોડ્યું અને ધર્મયાત્રાએ નીકળી ગયા હતા
જગદગુરુ શંકરાચાર્ય શ્રીસ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી બે મઠ (દ્વારકા અને જ્યોર્તિમઠ)ના શંકરાચાર્ય છે. સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીનો જન્મ સિવની જિલ્લાના જબલપુરની પાસે દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. માત્ર 9 વર્ષની ઉંમરે તેમને ઘર છોડીને ધર્મ યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્યા અને જ્યાં તેમને બ્રહ્મલીન શ્રીસ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ લીધું.

શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીના પાર્થિવ દેહને ચંદન લગાવીને તેમના શિષ્ય અંતિમ શ્રૃંગાર કરીને અંતિમ દર્શન માટે રાખશે.
શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીના પાર્થિવ દેહને ચંદન લગાવીને તેમના શિષ્ય અંતિમ શ્રૃંગાર કરીને અંતિમ દર્શન માટે રાખશે.

શંકરાચાર્યજી મહારાજને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ
જગતગુરુ આદિશંકરાચાર્ય સ્થાપિત શારદાપીઠના વર્તમાન જગતગુરુ સ્વરૂપાનંદજી ભગવાન બ્રહ્મલીન થયા એ ખબર હમણાં જ મળ્યા. સનાતન વૈદિક ધર્મના એક સમર્થ જગતગુરુની વિદાય આપણી દિવ્ય સનાતન વૈદિક પરંપરા માટે એક બહુ જ મોટી ક્ષતિ છે. હું એમના નિર્વાણ પ્રણામ કરું છું અને એમની વિદાય પ્રસંગે નતમસ્તક છું. મારી અંતઃકરણ પૂર્વકની શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું.

નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીએ અંતિમ શ્વાસ લીધા. આશ્રમમાં તેમના રુમને હોસ્પિટલ બનાવવામાં આવી હતી.
નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીએ અંતિમ શ્વાસ લીધા. આશ્રમમાં તેમના રુમને હોસ્પિટલ બનાવવામાં આવી હતી.

19 વર્ષની ઉંમરે બન્યા હતા સ્વતંત્રતા સંગ્રામ સેનાની
વર્ષ 1942ના સમયગાળામાં તેઓ માત્ર 19 વર્ષના હતા ત્યારે ક્રાંતિકારી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા હતા, કેમકે તે સમયે દેશમાં અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થવાની લડાઈ ચાલી રહી હતી. તેઓ વારાણસીમાં 9 મહિના અને મધ્યપ્રદેશની જેલમાં 6 મહિના સુધી કેદ રહ્યા હતા.શંકરાચાર્યજીના અંતિમ જન્મદિવસની ઉજવણી હરિયાળી તીજના દિવસે કરવામાં આવી હતી.

શંકરાચાર્યજી લાંબા સમયથી બીમાર હતા. તેમની બેંગલુરુમાં સારવાર ચાલી રહી હતી. હાલમાં જ તેઓ આશ્રમ પરત ફર્યા હતા.
શંકરાચાર્યજી લાંબા સમયથી બીમાર હતા. તેમની બેંગલુરુમાં સારવાર ચાલી રહી હતી. હાલમાં જ તેઓ આશ્રમ પરત ફર્યા હતા.

1981માં શંકરાચાર્ય બન્યા
સ્વામી સ્વરૂપાનંદે 9 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી દીધું હતું. જે પછી તેઓ કાશી પહોંચ્યા, ભારતના દરેક પ્રસિદ્ધ તીર્થસ્થાનો, સ્થળો અને સંતોની મુલાકાત લીધી. સ્વામી સ્વરૂપાનંદને 1950માં દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા હતા. જ્યોતિમઠ પીઠના બ્રહ્માલિન શંકરાચાર્યએ સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેમને 1981માં શંકરાચાર્ય બન્યા હતા. ​​​​​​

રામમંદિરના નામે ઓફિસ બનાવવાનો આરોપ મૂક્યો હતો
શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ રામ જન્મભૂમિ ન્યાસના નામે વિહિપ અને ભાજપ પર નિશાન સાધ્યા હતા. તેમને કહ્યું હતું- અયોધ્યામાં મંદિરના નામે ભાજપ-વિહિપ પોતાની ઓફિસ બનાવવા માગે છે, જે અમને મંજૂર નથી. હિન્દુઓમાં શંકરાચાર્ય જ સર્વોચ્ચ હોય છે. હિન્દુઓની સુપ્રીમ કોર્ટ અમે જ છીએ. મંદિરનું એક ધાર્મિક રુપ હોવું જોઈએ, પરંતુ આ લોકો તેને રાજકીય સ્વરૂપ આપવા માગે છે જે અમને લોકોને માન્ય નથી.

શંકરાચર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ 9 વર્ષની ઉંમરમાં જ ઘર છોડીને ધર્મયાત્રા શરૂ કરી દીધી હતી. તેઓ કાશી પહોંચ્યા જ્યાં બ્રહ્મલીન સ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ લીધું હતું.
શંકરાચર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ 9 વર્ષની ઉંમરમાં જ ઘર છોડીને ધર્મયાત્રા શરૂ કરી દીધી હતી. તેઓ કાશી પહોંચ્યા જ્યાં બ્રહ્મલીન સ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ લીધું હતું.

​​​​​​રામમંદિર ટ્રસ્ટમાં વાસુદેવાનંદ સરસ્વતીને જગ્યા આપવાને લઈને નારાજ હતા
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં જ્યોર્તિમઠ પીઠના શંકરાચાર્ય તરીકે વાસુદેવાનંદ સરસ્વતીને સ્થાન આપવાને લઈને શંકરાચાર્ય સરસ્વતીએ આપત્તિ વ્યક્ત કરી હતી. તેમને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પોતાના ચાર નિર્ણયોમાં વાસુદેવાનંદ સરસ્વતીને શંકરાચાર્ય માન્યા નથી કે ન તો તેમને સન્યાસી ગણાવ્યા છે. જ્યોર્તિમઠ પીઠના શંકરાચાર્ય હું છું. એવામાં વડાપ્રધાને જ્યોર્તિમઠ પીઠના શંકરાચાર્ય તરીકે વાસુદેવાનંદ સરસ્વતીને ટ્રસ્ટમાં જગ્યા આીપને સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરી છે.

અપડેટ્સ

  • PM મોદીએ ટ્વીટ કર્યું- શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીના નિધનથી દુઃખ થયું, તેમના અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદનાઓ.
  • ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- સનાતન સંસ્કૃતિ તેમજ ધર્મના પ્રચાર-પ્રસારને સમર્પિત તેમના કાર્ય સદૈવ યાદ કરવામાં આવશે.
  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કર્યું- શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી સનાતન ધર્મના શલાકા પુરુષ તેમજ સન્યાસ પરંપરાના સૂર્ય હતા.
  • ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીના નિધનને સંત સમાજની અપૂરણીય ક્ષતિ ગણાવી છે.
  • પ્રિયંકા ગાંધીએ કહ્યું- શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ ધર્મ, અધ્યાત્મ તેમજ પરમાર્થ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે.
અન્ય સમાચારો પણ છે...