• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Sewasetu Program Organized By Khambhalia Municipality; A Total Of 155 Applications Were Received From Residents Of Seven Wards; All Disposed

અરજીઓનો સ્થળ પર નિકાલ:ખંભાળિયા નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો; સાત વોર્ડના રહીશોની કુલ 155 અરજીઓ આવી; તમામનો નિકાલ કરાયો

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઉકેલ તથા સેવાઓ રહેઠાણનાં નજીકનાં સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થાય તે હેતુથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે તાલુકા અને નગરપાલિકા કક્ષાએ ''આઠમા તબક્કા''ના સેવાસેતુ કાર્યક્રમની શ્રુંખલા હેઠળ ખંભાળિયા નગરપાલિકા દ્વારા ટાઉનહોલ ખાતે ગઈકાલે શનિવારે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાત વોર્ડના રહીશોની કુલ 155 અરજીઓ આવી
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ સેવાસેતુ કાર્યક્રમમાં સરકારના વિવિધ તેર જેટલા વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમાં જુદા જુદા વિભાગોને લગતી નગરપાલિકાનાં તમામ સાત વોર્ડના રહીશોની કુલ 155 અરજીઓ આવી હતી. જેમાંની તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

વિવિધ યોજનાઓ વિષે વિગતવાર સમજુતી આપવામાં આવી
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર દ્વારા સરકારના સેવાસેતુ કાર્યક્રમમાં અપાતી વિવિધ યોજનાઓ વિષે વિગતવાર સમજુતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, શાસકપક્ષના નેતા દિલીપભાઈ ઘઘડા, નગરપાલિકાના સદસ્ય રેખાબેન ખેતીયા, અરજણભાઈ ગાગીયા તેમજ ભીખુભા જેઠવા, શંકરભાઈ ઠાકર, અશોકભાઈ કાનાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...