પોલીસ આવતા અફડા તફડી:દખણાદાબારા સીમમાં વાડીમાં જુગાર રમતા સાત ખેલંદા પકડાયા

ખંભાળિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિ પંથકમાં જુદા જુદા સ્થળે જામેલા જુગાર પર પોલીસ ત્રાટકતા અફડા તફડી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દખણાદા બારા સીમની વાડી અને રણજીતપર સીમની વાડીમાં પોલીસે જુદા જુદા દરોડા પાડી જુગાર રમતા 14 શખસોને પકડી પાડયા હતા, જેમાં સલાયા નજીક દખણાદા બારા ગામની સીમની વાડીએથી પોલીસે જુગાર રમતા સાત શખસોને પકડી પાડી રૂા. 52 હજારની રોકડ ઉપરાંત અડધો ડઝન મોબાઇલ ફોન સહિત રૂા. પોણા લાખની માલમતા કબજે કરી હતી.

જયારે કલ્યાણપુર નજીક રણજીતપુર સીમમાંથી પોલીસે જુગાર રમતા સાત શખસોને પકડી પાડી રોકડ, મોબાઇલ, વાહનો સહિત રૂા. 67 હજારની માલમતા કબજ કરી હતી. પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસારખંભાળીયા તાલુકાના દખણાદા બારા ગામે વાડીમાં અમુક શખસો જુગાર રમતા હોવાની બાતમી પરથી પી.આઇ. અક્ષય પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફે દરોડો પાડયો હતો.

જે દરોડા વેળા સાતેક શખસો જુગાર રમતા માલુમ પડયા હતા.જેથી પોલીસે જ્યેન્દ્રસિંહ દેવીસંગ જાડેજા, બળદેવસિંહ રવુભા જાડેજા, અનોપસિંહ માડમજી જેઠવા, રઘુવીરસિંહ દિલુભા જેઠવા, નારણજી માડમજી જેઠવા, વિજયસિંહ લખુભા જેઠવા, ભરતસિંહ રવુભા જાડેજાને પકડી પાડીને રેઇડ દરમ્યાન રોકડ રૂ.52,160 તથા 6 મોબાઈલ મળી કુલ રૂ.74160નો મુદામાલ કબજે કર્યો હતો.

અન્ય એક દરોડામાં કલ્યાણપુરના રણજીતપુર ગામની મહિતડી સીમમાંથી પોલીસે જુગાર રમતા ભોલા મારખી કરંગીયા, રાજુ ત્યંબકમ આરંભડીયા, રામ ભીમશી સુવા, ખેરાજભા દેવાભા સુમણિયા, રમેશ વલ્લભદાસ પંચમતીયા, અમૃત ઉર્ફે બાબુ ભનું ઝાખરીયા તથા કિશોર કાના ચાવડાને પોલીસે રોકડા રૂ.23,860 તથા 7 મોબાઈલ ફોન તથા 2 બાઇક મળી કુલ રૂ.67,860ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડયા હતા અને જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...