દેવભૂમિ દ્વારકા પંથકના ઓખા નજીક ભારતીય જળસીમામાથી કોષ્ટ ગાર્ડે એટીએસના ઇનપુટના આધારે સંયુકત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાની બોટ સાથે સાત બ્લુચિસ્તાનીઓને પકડી પાડયા હતા જે બોટને મોડી રાત્રે ઓખા ખાતે લવાઇ હતી.જયાં એટીએસ સહિતની એજન્સીઓ દ્વારા સધન પુછપરછ સાથ તમામને કોર્ટમાં રજુ કરી 14 દિવસના રીમાન્ડની માંગણી કરાતા સાત દિવસના રીમાન્ડ મંજુર થયા છે.
ભારતીય કોષ્ટ ગાર્ડના શિપ અરિંજયે ગુજરાત એટીએસને મળેલી ગુપ્ત માહિતીના આધારે સંયુકત ઓપરેશન હાથ ધરી ભારતીય જળસીમામાં ઓખા નજીક દરીયાઇ વિસ્તારમાંથી પાકિસ્તાનની અલ નોમાન નામની બોટ સાથે 7 શખસોને પકડી પાડયા હતા.જે પાકિસ્તાનના બ્લોચિસ્તાનના રહીશ મોહમ્મદઅકરમ રહીમબક્ષ બ્લોચ, ઝુબેર અબ્દુલઅઝીઝ બ્લોચ, ઇશાક ગુલામમહોમ્મદ બ્લોચ, શાઇદઅલી અલીમહમદ બ્લોચ, અશરફ ખુદાબક્ષ બ્લોચ, શોએબ અબ્દુલઅઝીઝ બ્લોચ, શહેઝાદ પીરમહમદ બ્લોચ સહિત સાતને મોડી રાત્રે ઓખા ખાતે લવાયા હતા. જયાં ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જુદા જુદા મુદ્દાઓ પર ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મોડી રાત્રે સાત ક્રુમેમ્બરોને 14 દિવસની રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ગુજરાત એ.ટી.એસ.ના ઉચ્ચ અધિકારી દ્વારા રિમાન્ડ મેળવ્યા બાદ સાત મેમ્બરો દ્વારા ડ્રગ્સ કે કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે કેમ તે સહિતના તમામ મુદદે સધન પુછતાછ સાથે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.