ખંભાળીયાના પૂર્વ ધારાસભ્ય સ્વ.કાળુભાઇ નારણભાઈ ચાવડાની પ્રથમ પુણ્યતિથિએ તા.7ના સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વરોગ નિદાન કેમ્પમાં અગ્રણી તબીબો ડો.રામદે ચાવડા, ડો. કેશવ કારીયા, ડો.અનંત પરમાર, ડો.ગોવિંદ ભાદરકા, ડો. પી.વી. કંડોરીયા, ડો.ભૌતિક ગોસાઈ, ડો.જીતેન જોગલ વી. માર્ગદર્શન આપશે.
સવારે 9થી 6 સુધી સતવારા જ્ઞાતી બજાણા રોડ, ગણાત્રા હોલ તથા સોનલ માતાજીના મંદિર એમ ત્રણ સ્થળે સ્ક્તદાન કેમ્પનું આયોજન થયું છે. જેમાં જોડાવવા અપીલ કરાઈ છે. જયારે 12 વર્ષથી ઉપરના પ્રથમ, દ્વિતીય તથા પ્રિકોશન ડોઝ પણ આપી શકાશે આ ઉપરાંત જનરલ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણનું આયોજન કરાયું છે તથા રાત્રે લોકડાયરો યોજાયો છે. જેમાં જાણીતા કલાકારો માયાભાઈ આહીર, લાખણશીભાઈ ગઢવી, લખમણભાઈ ભોચિયા સહિત કલાકારો ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમોમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જેમાં રાજ્યના મંત્રી જિલ્લા પ્રભારી બ્રિજેશ મેરજા, રિલાયન્સના ગ્રૂપ કોર્પોરેટ અફેર્સ ચેરમેન પરિમલભાઈ નથવાણી, ભાજપના મહામંત્રી રત્નાકરજી, સાંસદ પૂનમબેન માડમ, રાજ્ય ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા, મંત્રી રાઘવજીભાઈ પટેલ, યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, પૂર્વ ભાજપ રાજ્ય પ્રમુખ આર.સી.ફળદુ, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, ભાજપ જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલ, પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર, બાબુભાઇ બોખરીયા, મુળુભાઈ બેરા, ભાજપના દ્વારકા જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, બીનાબેન આચાર્ય, ભાજપ રાજ્ય મંત્રી રઘુભાઈ હુંબલ, પ્રવક્તા ભરતભાઇ ડાંગર, પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.