હાલારના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ ઉત્સવમાં દ્વારકાધીશના દર્શન કરવા હજારોની સંખ્યામાં દૂર-દૂરથી ભક્તો પદયાત્રા કરીને દ્વારકા જઈ રહ્યા છે. ત્યારે આ પદયાત્રીઓની સેવા કરવા જતા ખંભાળીયાના શિરેશ્વર મહાદેવ નજીક શક્તિનગર વિસ્તારમાં રહેતા દલવાડી સમાજના યુવાન નિતેષભાઈ ધનજીભાઈ કણઝારીયા ઉ.વ.27)એ ટ્રેક્ટરમાં બેસીને જતા હોય ત્યારે રોડ પર થળકો આવતા તેઓનું પગ લપસી જતા રોડ પર પટકાતા મોત નીપજ્યું હતું.
તહેવારો દરમ્યાન પદયાત્રીઓની સેવા કરવા ગયેલ સેવાભાવી યુવાનનું અકસ્માતે કરુણ મોત થતા મૃતકના પરિવારમાં ભારે ગમગીનતા છવાઈ હતી.જયારે સમગ્ર પંથકમાં પણ અરેરાટી વ્યાપી જવા પામી છે.સેવાભાવી યુવાનના આકસ્મિક મૃત્યુથી પરીવાર પર વજ્રઘાત થયો છે. આ બનાવને પગલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.