દાવેદારી નોંધાવી:દ્વારકા-ખંભાળિયા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયા બેઠક પર 19 દાવેદારો, દ્વારકા બેઠક પર સાત દાવેદારો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 81 અને 82 વિધાન સભા બેઠક પર ભાજપમાંથી લડવા ઈચ્છીત ઉમેદવારોની પસંદગી માટે ભાજપ સરકારના પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રદેશ મંત્રી કેશવાલા તેમજ રક્ષાબેન બોલીયા સહિતના ત્રણેય નિરીક્ષકોની ટીમ ખંભાળીયા પોરબંદર રોડ પર ટાઉન હોલ ખાતે આવી હતી. આગામી વિધાન સભા ચુંટણીમાં ઉમેદવારી ઈચ્છતા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સાથે લાંબી ચર્ચા વિચારણા કર્યા બાદ ભાજપમાંથી કુલ દોઢ ડઝન જેટલા લોકોએ નામાવલી નોંધાવી હતી. જ્યારે દ્વારકા 82 વિધાનસભામાંથી પબુભા માણેક સહિત સાત લોકોએ દાવેદારી નોંધાવી હતી.

ખાસ કરી ખંભાળિયા 81 વિધાનસભામાંથી સીટ ઉપર 19 જેટલા દાવેદારોનો રાફળો ફાટ્યો હતો. હાલ છેલ્લા બે ટર્મથી 81 વિધાન સભાની સીટ કોંગ્રેસ દ્વારા કબ્જે કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપમાંથી લડવા માટે 81 વિધાન સભાની સીટ ઉપર 19 જેટલા દાવેદારોએ પોતાની ઈચ્છા દર્શાવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જોકે, ભાજપમાં ખાસ કરીને પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇના પુત્ર પ્રભાત, મેરામણ ભાટુ, સતવારા સમાજના હરિભાઈ નકુમ, ગઢવી સમાજના મયુર ગઢવી તથા પી.એમ.ગઢવી, સહિતના 19 લોકોએ દાવેદારી નોંધાવી છે. ભાજપમાં આવતી ખંભાળીયા-81 વિધાન સભાની સીટ કબ્જે કરવા માટે કોઈ નવો દાવ પેચ ખેલીને નવો ઉમેદવાર જાહેર કરશે કે ફરીથી જુના ઉમેદવાર ને મેદાનમાં ઉતારવામાં આવશે ? તે આવનાર સમયમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...