• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Security Guard Killed By Truck; Threatened To Kill Young Man; Punishment Of The Accused For Committing An Act Against Nature On A Youth

દેવભૂમિ દ્વારકા ક્રાઈમ ન્યૂઝ:ટ્રકની અડફેટે સિક્યુરિટી ગાર્ડનું મોત; યુવાનને મારી નાખવાની ધમકી; તરુણ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા સબબ આરોપીને સજા

દ્વારકા ખંભાળિયા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટ્રકની અડફેટે સિક્યુરિટી ગાર્ડનું મોત...
દ્વારકાથી આશરે 35 કિલોમીટર દૂર કુરંગા ગામે આર.એસ.પી.એલ. કંપનીની અંદર આવેલા વે બ્રિજ પાસેથી એક ટ્રકના ચાલક ખાલીદ આમદ ગોહિલે પોતાનો ટ્રક ગફલતભરી રીતે ચલાવતા આ સ્થળ પર રહેલા સિક્યુરિટી ગાર્ડ ધનંજયસિંહ મનોજસિંહ રાજપુત નામનો સિક્યુરિટી ગાર્ડ આ ટ્રકના તોતિંગ વ્હીલ હેઠળ કચડાઈ ગયો હતો. જેના કારણે ધનંજયસિંહ રાજપુતને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વિરમદેવસિંહ બળવંતસિંહ જાડેજાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ટ્રકના ચાલક ખાલીદભાઈ ગોહિલ સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ કરી છે.

બજાણાના યુવાનને મારી નાખવાની ધમકી...
ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા બાબુભાઈ ભીમાભાઈ હરિયાણી નામના 45 વર્ષના કોળી યુવાનના પુત્ર અજયે કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે રહેતા રામશી હમીર મકવાણાના પરિવારની એક યુવતી સાથે આજથી આશરે ચારેક માસ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા. જે બાબતનું મન દુઃખ રાખી, આરોપી રામશી હમીર મકવાણા, અરશી રામશી મકવાણા, મુળુ જીવા હરિયાણી અને બુદ્ધિબેન રામશી મકવાણા તથા કવિબેન મુળુ હરિયાણી નામના પાંચ વ્યક્તિઓએ ધોકા વડે બેફામ માર મારી, ફરિયાદી બાબુ તથા તેમના પત્નીને ઈજાઓ કરીને તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે બે મહિલાઓ સહિત પાંચેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

પોણા બે વર્ષ પૂર્વેના કેસમાં ચુકાદો...
ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા વિસ્તારમાં રહેતા એક પરિવારનો 11 વર્ષનો પુત્ર ગત તારીખ 2 મે 2021ના રોજ રોજ દળણું દળાવવા માટે અને દળણાનો હિસાબ કરવા માટે એક આસામીની લોટની ઘંટી ગયો હતો, ત્યાં વચ્ચે રહેતા ભાવેશ પાલા પરમાર નામના 34 વર્ષના દેવીપુજક શખ્સનું મકાન આવે છે. આ શખ્સે તરુણના મોઢે મુંગો દઈ અને પોતાના મકાનમાં લઈ ગયા બાદ રૂમમાં તરુણના કપડા કાઢી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

ત્યારબાદ આરોપી સુઈ જતા મોકો મળવાથી ભોગ બનનાર તરુણ પોતાના ઘરે ચાલ્યો જઈ અને પિતાને આ બનાવ અંગેની જાણ કરી હતી. જેથી ફરિયાદી પિતાએ આરોપી ભાવેશ પાલા પરમાર વિરુદ્ધ મીઠાપુર પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 363 તથા 377 અને પોક્સો એક્ટ ઉપરાંત એટ્રોસિટી એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે સંદર્ભે એસ.સી.-એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સરડાની તપાસમાં ભોગ બનનાર તથા આરોપીની મેડિકલ તપાસણી બાદ ચાર્જ સીટ કરવામાં આવ્યું હતું.

આ અંગેનો કેસ દ્વારકાના એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આ પ્રકરણમાં કુલ 15 સાક્ષીઓની તપાસ અને ફરિયાદી, ભોગ બનનાર તથા મેડિકલ ઓફિસરની જુબાની સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ધ્યાનમાં રાખીને દ્વારકાના સ્પેશિયલ પોક્સો જજ શ્રી પી.એચ. શેઠ દ્વારા આરોપી ભાવેશ પાલા પરમારને પોક્સો એક્ટની કલમ હેઠળ તકસીરવાન ઠેરવીને વીસ વર્ષની સખત કેદ તથા રૂપિયા 10,000ના દંડની સજા ફટકારી હતી. આ ઉપરાંત ભોગ બનનારને વિકટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ રૂ. ત્રણ લાખ ચૂકવવા માટે પણ હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...