દરોડો:ખંભાળિયામાં ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતો 1 ઝબ્બે, 1ની શોધખોળ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IPLના પ્રારંભ સાથે સક્રિય થયેલા સટ્ટોડિયા પર પોલીસની ધોંસ
  • રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂા.45 હજારની માલમત્તા કબજે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક લાલપુર ચોકડી પાસે સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે આઇપીએલ ક્રિકેટ મેચ પર મોબાઇલ ફોન મારફતે હારજીતનો જુગાર રમતા એક શખસને પકડી પાડયો હતો અને તેના કબજામાંથી રોકડ ઉપરાંત મોબાઇલ અને બાઇક સહિત લગભગ રૂ.46 હજારની માલમતા કબજે કરી હતી.આ પ્રકરણમાં વધુ એક શખસની સંડોવણી ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દેવભૂમિના મુખ્ય મથક ખંભાળિયાની ભાગોળેલાલપુર ચોકડી પાસે એક દુકાન નજીક સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે બાતમીના આધારે દરોડો પાડતા મોબાઈલ ફોન મારફતે આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચમાં હારજીત પર ઓનલાઈન પૈસાની લેતી-દેતી કરી પૈસાની હારજીતનો જુગાર રમતા એક શખસ માલુમ પડયો હતો આથી પોલીસે આરોપી કિશન ભાસ્કરભાઈ ભટ્ટને પકડી પાડયો હતો.પોલીસે તેના કબજામાંથી રોકડ તથા મોબાઈલ ફોન તથા બાઇક મળી કુલ રૂ.45,940ના મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ પુછપરછ ઉપરોકત શખસે ગૌરાંગ મજીઠીયા સાથે મળી ક્રિકેટના સટ્ટાનો જુગાર રમતા હોવાનું કબુલ્યું હતું. આથી પોલીસે ગૌરાંગ મજીઠીયા સહિત બંને સામે ગુનો નોંધી અન્યની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...