• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Said India Became The World's Fifth Largest Economy By Beating Britain; Appealed To Vote For Pububhan And Win With A Huge Majority

CM યોગીએ દ્વારકામાં સભા સંબોધી:કહ્યું- ભારત બ્રિટનને પછાડી વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બન્યું; પબુભાને મત આપી જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી

દ્વારકા ખંભાળિયા11 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીના જ્યારે જૂજ દિન બાકી હોય ત્યારે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પક્ષ ચૂંટણી પ્રચારમાં કોઈ ખામી રાખી રહ્યાં નથી. દરેક પક્ષના સ્ટાર પ્રચારકો પોતાના પક્ષના પ્રચાર માટે સભાઓ કરી રહ્યાં છે. ત્યારે આજે 82 દ્વારકા વિધાનસભાની બેઠક માટે જોરદાર પક્કડ ધરાવતા પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની જીત માટે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ દ્વારકા ખાતે ભાજપનો ચૂંટણી પ્રચાર કરવા આવ્યા હતા. અને જંગી સભાનું આયોજન થયું હતું.

ભારતમાં પ્રમુખ ધર્મસ્થાનોનો વિકાસમાં ભાજપનો સિંહ ફાળો: CM યોગી
જેમાં યોગીબાબાએ ગુજરાતીમાં સભાનું સંબોધન કરતા લોકોમાં કુતુહલ સર્જાયું હતુ. યોગી આદિત્યનાથે દ્વારકા વાસીઓને ધન્યવાદ આપ્યા હતા કે અમારા ઉત્તર પ્રદેશના ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકાવાસીઓએ દ્વારકાધીશ બનાવી અને સેવા કરી છે. તેમણે આ બાબતે ઉત્તર પ્રદેશ તથા ગુજરાતનો અતૂટ નાતો હોવાનું કહ્યું હતું. તેમની સાથે તેમણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુંદર શાસન વ્યવસ્થા તથા દેશ પરદેશમાં થયેલા લોકચાહનાનું વિવરણ આપ્યું હતુ. તેમના કાર્યો જેમ કે ભારતમાં પ્રમુખ ધર્મસ્થાનોનો વિકાસમાં ભાજપનો સિંહ ફાળો છે તેવું જણાવ્યું હતુ. તેમણે પોતાના ભાષણ દરમિયાન બેટ દ્વારકાનો પણ ઉલ્લેખ કરી તેમનો ખૂબ વિકાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ભારત બ્રિટનને પછાડી વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા તરીકે ઉભર્યું: CM યોગી
તેમણે ગુજરાતની ધરાએ આપેલા રત્ન જેવા કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભ પટેલ તથા નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં ઉમેર્યું હતું કે ભારત બ્રિટનને પછાડી વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા તરીકે ઉભર્યું છે. વધુમાં કોગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાસે માત્ર બે સીટ છે અને અર્થી ઉપાડવા માટે પણ ચાર લોકો હોવા જોઈએ ત્યારે કોંગ્રેસનું વહાણ હવે ડૂબતું જઈ રહ્યું છે. એમણે કહ્યું હતું કે હું દ્વારકાવિધાન સભા ચુંટણીમાં પબુભાને ખૂબ મોટી સંખ્યામાં મત આપી અને જીતાડે તેવી અપીલ કરું છું. કારણ કે ભાજપને લોકોના સેવક જ જોઈએ છીએ. ત્યારે શિવના ભક્ત પબુભાને મત આપી જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. પબુભાની સામે ચૂંટણી લડનારા અલગ અલગ સાત લોકો આજે પબુભાની સાથે જોડાઈ અને ભાજપને મજબૂત કરવા આવી પહોંચ્યા છે. ત્યારે શિવભક્ત પબુભા માણેકને ફક્ત જીત જ નહીં પરંતુ જંગી બહુમતીથી જીતે તેવી લોકોને અપીલ કરી હતી. હું ભાજપા ને મત આપીશ, પબુભાને જંગી બહુમતીથી જીતાડી તેવું ગુજરાતીમાં બોલી લોકો પાસે શપથ પણ લેવડાવ્યા હતા.

આમ આદમી પાર્ટી કોંગ્રેસનું B ગ્રુપ છે: પૂનમ માડમ
દ્વારકા તથા જામનગરના સાંસદ પૂનમબેન માડમે પોતાના વ્યક્તત્વમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસનું B ગ્રુપ હોય તેવું જણાવ્યું હતું. જ્યારે તેઓ દિલ્હીમાં સંસદમાં હોય છે ત્યારે તમામ નેતાઓ શિવ શિવ ખૂબ યાદ કરે છે. તેવું પણ ઉમેર્યું હતું.

શાસ્ત્રોક વિધિથી ભગવાનના ચરણ પાદુકાનું પૂજન કરાવ્યું
યોગી આદિત્યનાથે સભા પૂર્ણ કર્યા બાદ દ્વારકા જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. જગત મંદિરની સેવા કરતા વારાદાર પુજારી પરિવારે શાસ્ત્રોક વિધિથી ભગવાનના ચરણ પાદુકાનું પૂજન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...