વસુલાત:ખંભાળિયા પાલિકાને ઈ નગર સેવા થકી 61 લાખની આવક

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાને 1 જ માસમાં રેકર્ડબ્રેક ધીંગી આવક

ખંભાળીયા પાલિકામાં ઇ નગર સેવા ચાલુ ના થવાથી લાંબો સમય કરદાતાઓ દ્વારા કર ભરી શકાયા ન હતા. ગત તા.7-6થી ઇ નગર સેવા શરૂ થતાં કરવેરો ભરવાનું શરૂ કરાયુ હતુ જે નગર પાલિકાને ફળ્યું હોય તેમ એક જ માસમાં 61 લાખની કર વેરા વસુલાત થઈ છે. જે રેકોર્ડ છે.

પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, શાસક નેતા દિલીપભાઈ ઘઘડા તથા દંડક સોનલબેન નાથુભાઈ વાનરીયા સત્તાધારી જૂથના સદસ્યોની ટીમ દ્વારા ચીફ ઓફિસર, ટેક્ષ વિભાગના જીજ્ઞેશભાઈ મકવાણા અને ટીમ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. ડીઝીટલ ઇન્ડિયા અંતર્ગત વળતરનો લાભ મળે તેના માટે પાલિકા દ્વારા વ્યવસ્થા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...