• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Restrictions On The Movement Of Heavy Vehicles On The Kennedy Bridge In Khambhaliya; Renovation Of The Bridge Became Inevitable Now

મોરબી દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું:ખંભાળિયામાં કેનેડી બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર સામે પાબંદી; પુલનું નવનિર્માણ હાલ અનિવાર્ય બન્યું

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા શહેરમાં પોરબંદર - ભાણવડ તરફથી પ્રવેશવાના માર્ગ પર આવેલા કેનેડી બ્રિજનું આયુષ્ય દાયકાઓ પૂર્વે પૂરું થઈ ગયું હોવા છતાં પણ રાજાશાહીના વખતના આ પુલ પર મોટી સંખ્યામાં નાના-મોટા વાહનોની જોખમી અવર-જવર ચાલુ હોવાથી મોરબીની સર્જાયેલી કરુણાતીકા બાદ અવારનવાર રજૂઆતો પછી તંત્રએ આખરે આળસ ખંખેરીને આ પુલ પરથી ભારે વાહનોની અવાર-જવર પર પ્રતિબંધ મૂકતો હુકમ કર્યો છે.

લ છેલ્લા ઘણા સમયથી જર્જરિત
ખંભાળિયાના ખામનાથ મહાદેવના મંદિર પાસે આવેલા અને આશરે 120 વર્ષ જૂના કેનેડી બ્રિજનું નિર્માણ જે-તે સમયે રાજાશાહીના વખતમાં કરવામાં આવ્યું હતું. શહેરના પાદરમાંથી પસાર થતી ઘી નદી ઉપર આકર્ષક કમાનની ડિઝાઇન પર બનેલો આ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ગયો છે.

વાહનોના પસાર થવા પર પ્રતિબંધ મૂકતો આદેશ કર્યો
આ વચ્ચે તાજેતરમાં ચાલેલા નેશનલ હાઈવેના કામ દરમિયાન આ રોડ પર બંધ કરવામાં આવેલો ભારે વાહનોનો ટ્રાફિક આ કેનેડી બ્રિજ પરથી હજારોની સંખ્યામાં ચાલ્યો હતો. જેના કારણે આ પુલ ખખડી ગયો હતો. ભારે વાહન પસાર થતાં આ પુલ પર લોકો ધ્રુજારી અનુભવતા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે અગાઉ નવા અવારનવાર તંત્રને રજૂઆતો તેમજ અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા. આ સમગ્ર બાબતને ધ્યાને લઈ અહીંના જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાએ આ પુલ પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ મૂકતો આદેશ કર્યો છે.

પુલનું નવનિર્માણ હાલ અનિવાર્ય
જે સંદર્ભે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી, ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે મિલન ચાર રસ્તાથી સલાયા ફાટક થઈને ચાર રસ્તા બાદ પાયલ હોટલથી પોરબંદર જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ ડાયવર્ઝન અંગે બંને તરફ સાઈનબોર્ડ મુકવા પણ નગરપાલિકા તંત્રને આદેશ કરવામાં આવ્યો છે. આ નિયમની અમલવારી માટે પોલીસ તંત્રને પણ સૂચના આપવામાં આવી છે. રાજાશાહીના વખતના અને જર્જરીત બનેલા આ પુલનું નવનિર્માણ હાલ અનિવાર્ય બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...