સેવાભાવી યુવાનને જિલ્લા ભાજપ મંત્રીની જવાબદારી...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના એવા દાતા ગામે રહેતા અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રાજુભાઈ ભીમાભાઈ ભરવાડને ભાજપ દ્વારા જિલ્લા ભાજપના મંત્રી તરીકેનો હોદ્દો સોંપવામાં આવ્યો છે.
દાતા ગ્રામ પંચાયતના ઉપસરપંચ એવા રાજુભાઈ ભરવાડ છેલ્લા ઘણા સમયથી ગામના વિકાસમાં સક્રિય રીતે કાર્યરત છે. તેમના દ્વારા સમાજ ઉપરાંત દાતા ગામ માટે નિયમિત રીતે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. નાની ઉંમરે ગામના ઉપસરપંચ તરીકેની મોટી જવાબદારી સંભાળતા રાજુભાઈ ભરવાડ અગાઉ તિરંગા યાત્રા સહિતના અનેક મોટા કાર્યક્રમોની સફળતાના યશભાગી બન્યા છે. તેમના દ્વારા નિયમિત રીતે રક્તદાન તેમજ અનુદાનમાં સહભાગી થઈ, સમાજસેવાના કાર્યો કરવામાં આવે છે. તેમની આ વરણીને ગામના સરપંચ ગાયત્રીબા શિવરાજસિંહ જાડેજા, અગ્રણી કનકસિંહ પ્રભાતસિંહ જાડેજા સહિતના આગેવાનો, હોદ્દેદારો તેમજ ગ્રામજનોએ આવકારીને શુભેચ્છાઓ પાઠવી છે.
સ્નેહ મિલનનું ઓખા ખાતે આયોજન...
સમસ્ત બારાઈ કુટુંબનાં પ્રમુખ અનુપમભાઈ એન. બારાઈના જણાવ્યાનુંસાર દરવર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર ભારતનાં બારાઈ કુટુંબનાં કુળદેવતાની ઓખા ખાતે આવેલ ગોકુલવાડી ખાતે તા. 23/03/2023ના ગુરુવાર ચૈત્રસુદ 2 (બીજ)નાં ગાયત્રી હવન, સમુહ નૈવેધ તથા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ છે. ગાયત્રી હવન સવારે 8.00 વાગ્યે, સ્નેહ મિલન સવારે 10.30 વાગ્યે, બીડું હોમવાનો સમય 12.00 અને મહાપ્રસાદ બપોરે 12.30 કલાકે બ્રહ્મસમાજની વાડી ખાતે રાખેલ છે.
બારાઈ કુટુંબનાં કુળદેવતાની જગ્યા ગોકુલવાડી ઓખા ખાતે આયોજીત આ પ્રસંગે પરિવાર જનોનું સ્નેહમિલનનું પણ આયોજન કરવામાં આવેલ છે. બહારથી આવતા કુટુંબીજનો માટે રહેવા તથા જમવાની સગવડ ગોકુલવાડી ઓખા ખાતે રાખેલ છે. સમસ્ત બારાઈ કુટુંબનાં કુટુંબીજનોનું સમૂહ નૈવેધ અને હવનમાં ઉપસ્થિત રહેવા સમસ્ત બારાઈ કુટુંબનાં પ્રમુખ અનુપમભાઈ એન. બારાઈ એ જણાવેલ છે. વધુ વિગત માટે અનુપમભાઈ બારાઈના મોબાઇલ નંબર 98242 2206252 પર સંપર્ક કરી શકાય. ઉલ્લેખનીય છે કે, આ પાવન પ્રસંગે દેશભરના બારાઇ પરિવારના લોકો પધારે છે અને ભક્તિભાવ પૂર્વક આ પ્રસંગમાં સામીલ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.