મતદાન જાગૃતિ અવસર રથ:દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળા-કોલેજોમાં સંકલ્પપત્ર અને સંદેશાપત્રનું વિતરણ કરાયું

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. લોકશાહીના આ પર્વમાં લોકો ભાગીદાર થાય અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. મહત્તમ યુવા મતદારો મતદાન કરે અને અન્ય લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી, બિનસરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક અને માઘ્યમિક શાળાઓ તથા ઉચ્ચ શૈક્ષણિક સંકૂલોમાં વિદ્યાર્થીઓમાં સંકલ્પ૫ત્ર વિતરણ કરાવી, શાળાના વિદ્યાર્થીઓ મારફત તેમના વાલીઓ પાસે અવશ્ય મતદાન કરે તે બાબતનો સંકલ્પ કરાવી, સંકલ્પ૫ત્ર ૫ર વાલીની સહી મેળવવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી.

શાળા-કોલેજોમાં સંકલ્પપત્ર એનાયત કરવામાં આવ્યા
નગરપાલિકા વિસ્તારની તમામ શાળાઓ અને કોલેજોમાં ‘’સંદેશાપત્ર’’નું વિતરણ શરૂ કરાવવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા સ્થિત નર્સિંગ કોલેજ, આઇ.ટી.આઇ., દ્વારકા અને કલ્યાણપુરની આઇ.ટી.આઇ., દ્વારકાની શારદાપીઠ કોલેજ, કલ્યાણપુરના નંદાણા ખાતે આવેલી આર.એસ. કંડોરિયા આર્ટ્સ એન્ડ સાયન્સ સહિતની કોલેજોમાં સંકલ્પપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં વાલીઓ પણ મતદાન કરી અને લોકશાહીના આ પર્વમાં ભાગીદાર થાય તે માટે જણાવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોને મતદાન કરવા પ્રેરતો અવસર રથ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ જરૂરી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા વિધાનસભા બેઠકના કલ્યાણપુર તાલુકામાં ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયેલ હોય તેવા વિસ્તારમાં અવસર રથ ફર્યો હતો. જેમાં લોકોને લોકશાહીના આ અવસરમાં જોડાઈને મતદાન કરવા અંગે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...