રેસ્કયુ:ગાંગડી અને ગુંદામાં બિલાડી અને શિયાળના બચ્ચાનું રેસ્કયુ

ખંભાળિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુદા જુદા કુવામાંથી અબોલ જીવને બહાર કાઢયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં જુદા જુદા બે સ્થળે એનિમલ કેર અને લવર્સ ગ્રૃપે કુવામાં પડેલી બિલાડી અને શિયાળના બચ્ચાને બહાર કાઢી સફળ રેસ્કયુ કર્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તથા ભાણવડ સહિત સમગ્ર જિલ્લામાં જરૂરતના સ્થળો પર માનવતા વાદી કાર્યોમાં મદદે પહોંચતી સંસ્થાઓ એનિમલ કેર્સ ગ્રૂપ તથા એનિમલ લવર્સ ગ્રૂપ દ્વારા બે માનવતા વાદી કાર્યોમાં કૂવામાં પડેલા બે અબોલ જીવોને હેમખેમ બહાર કાઢી તેના જીવ બચાવાયા હતા.

કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે એક ખેતરના 90 ફૂટ ઉંડા કૂવામાં ચાર દિવસથી બિલાડી પડી ગઈ હતી જેને એનિમલ કેર્સના દેસુર ધમાં તથા નિવૃત્ત આર્મીમેન સંજીવકુમાર દ્વારા જીવના જોખમે રેસ્ક્યુ કરી બિલાડીનો જીવ બચાવાયો હતો. અન્ય એક બનાવમાં ભાણવડ પાસે ગુંદા ગામે એક ખેતરના કૂવામાં શિયાળનું બચ્ચું ચારેક દિવસથી પડી ગયું હતુ જેનુ એનિમલ લવર્સ ગૃપના એ.આર.ભટ્ટ તથા તેમની ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...