280 કરોડનું ડ્રગ્સ પ્રકરણ:ઓખામાં ઝડપાયેલા ડ્રગ્સના આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ; વધુ રિમાન્ડ માટે ઓખા કોર્ટમાં રજૂ કરાશે

દ્વારકા ખંભાળિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના છેવાડાના વિસ્તાર એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા સ્થિત આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ પાસેથી પખવાડિયા પૂર્વે કોસ્ટગાર્ડ તથા એટીએસ દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં દરિયાઈ જળસીમામાંથી "અલ સોહેલી" નામની એક ફિશીંગ બોટમાં ચેકિંગ દરમિયાન આશરે રૂપિયા 280 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાં રહેતા 10 શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

એટીએસ દ્વારા ઝડપાયેલા આરોપીઓને ઓખાની અદાલતમાં રજૂ કરી 12 દિવસના રિમાન્ડમાં લેવામાં આવ્યા હતા. આ શખ્સોના રિમાન્ડ આજે પૂર્ણ થતા હોય, આ કેસમાં વધુ તપાસ અર્થે રિમાન્ડની જરૂરિયાત જણાતા એટીએસ પોલીસ દ્વારા ઉપરોક્ત શખ્સોને આજરોજ સાંજે ઓખાના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરી, વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

એટીએસના અધિકારીઓ આઈપીએસ દીપન ભદ્રન, સુનિલ જોશી તથા અન્ય અધિકારીઓની ઊંડી તપાસમાં આ દસ પાકિસ્તાનીઓ પાસેથી કેટલીક ચોંકાવનારી વિગતો પણ સાંપળી હોવાનું કહેવાય છે. ત્યારે આ સંદર્ભમાં વધુ રિમાન્ડની બાદ ખૂટતી કડીઓ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...