કાર્યવાહી:કલ્યાણપુરમાં અલગ-અલગ જગ્યાએ દારૂ-જુગાર ઉપર ધોંસ

દ્વારકા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાખરડા ગામની સીમમાંથી વિદેશી દારૂની 106 બોટલ ઝડપાઈ

કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામની સીમમાં આવેલી સરકારી ખરાબાની જગ્યામાં પોલીસે દરોડો પાડી 106 નંગ વિદેશી દારૂ પકડી પાડયો હતો, જયારે તેને મંગાવનાર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બીજી બાજુ ભાણવડ અને કલ્યાણપુરમાં જુગાર રમતા 17 શખસો પોલીસના હાથે ઝડપાઇ ગયા છે.

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પી.એસ.આઈ કે.એન.ઠાકરીયા તથા પી.એસ. આઈ એલ.એલ.ગઢવી સ્ટાફ સાથે કલ્યાણપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન સ્ટાફના પો.હેડ.કોન્સ.રાજાભાઈ ગોજીયાને મળેલ ખાનગી હકીકતના આધારે ખાખરડા ગામની પાનોર સીમમાં સરકારી ખરાબામાં બાવળની ઝાળીમાં ગે.કા. પાસ પરમીટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નં. 106 જેની કી.રૂ.42400 તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.44400ના મુદ્દામાલ સાથે આરોપી જશપાલસિંહ સતુભા જાડેજા, જશુભા મનુભા જાડેજા નાઓને ઝડપી લીધા હતા. આ કાર્યવાહી દરમ્યાન બુટલેગર વનરાજસિંહ ભૂપતસિંહ જાડેજા હાજર ન મળી આવતા પોલીસે ઉપરોક્ત આરોપીઓ સામેં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલ્યાણપુર તથા ભાણવડમાં જુગાર રમતા 17 ઝડપાયા હતા કલ્યાણપુરના મેઘપર ટીટોડી ગામમાંથી પોલીસે જુગાર રમતા ઈસમો લખમણ સાજણ આંબલીયા, દેવા કારા બાબરીયા, કાના માધા પરમાર, જેસા ભીખા બાબરીયા, વેજાણંદ નારણ વરૂ, દેવાત કાના છુછર, પ્રેમજી જીણા ગોહેલ, મંગા ઉર્ફે મંગલદાસ માવજી ગોહેલ, કિશોર ધના બાબરીયાને પોલીસે રોકડા રૂ.16610 તથા 6 મોબાઈલ ફોન મળી કુલ રૂ.19610ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. તેમજ અન્ય એક દરોડામાં ભાણવડમાંથી પોલીસે ઈસમો અશોક ઉર્ફે ચીચુ નાથા વિઝુડા, પરેશ ઉર્ફે ગીધો ઘેલા વિઝુડા, ખોડુભા બાબુ વિઝુડા, જયેશ ઉર્ફે સુનિલ પાલા પરમાર, ડાયા રાજા સોલંકી, હસમુખ માલસી મહિડા, પ્રકાશ હસમુખ જોડ તથા હિરેન પવા વિઝુડાને પોલીસે રોકડા રૂ.11100ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...