બુટલેગર પોલીસના સંકજામાં:કલ્યાણપુરના ભોગાત ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો, એક શખ્સની અટકાયત

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સ્થાનિક પોલીસ દ્વારા દારૂ-જુગાર અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા મોમૈયા માણસુર ભાચકન નામના 26 વર્ષના ગઢવી શખ્સ દ્વારા ચલાવાતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી દેશી દારૂનો 300 લીટર આથો, પ્લાસ્ટિકના ડ્રમ, ગેસનો ચૂલો, સિલિન્ડર વગેરે મળી કુલ રૂપિયા 3450 ના મુદ્દામાલ સાથે મોમૈયા માણસુર ભાચકનની પોલીસે અટકાયત કરી હતી. આ કામગીરી પી.એસ.આઈ. એમ.આર. સવસેટા, એ.એસ.આઈ. રામશી ચાવડા, વિંજા ઓડેદરા, ધરણાત માડમ, રામ ચંદ્રવાડીયા, નારણ આંબલીયા અને રવિરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...